અધિક પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ વી.ચંદ્રશેકની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક હીતેશ જોયસર સુરત ગ્રામ્ય તેમજ સુરત ગ્રામ્ય જીલ્લામા પ્રોહી ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક બી.કે.વનાર સુરત વિભાગની સુચના મુજબ માંગરોલ પો.સ્ટે. વિસ્તારમા પ્રોહી/જુગાર અંગેની પ્રવૃતીને નેસ્તનાબુદ કરવા માંગરોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. સેંગલને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અનુસંધાને માંગરોલ પો.સ્ટે.ના પો.કો. આશીફખાન ઝાહીરખાન તથા પો.કો.વિપુલભાઇ વિક્રમભાઇ નાઓને સયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે, મોસાલી ચોકડીથી વાંકલ તરફ જતા હાઇવે રોડ ઉપર એક કથ્થઇ કલરનો બંધ કંટેનરની જેનો રજી.નં. HR-46-F-6711 ની અંદર કેબીનની પાછળના ભાગે બનાવેલ ચોરખાનામાં ભારતીય બનાવટતનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈને વાંકલ તરફ જાય છે.” જે બાતમી હકીકત માંગરોલ પોલીસના માણસોને વાકેફ કરી બાતમી આધારે માંગરોળ તાલુકાના આંબાવાડી ગામના સ્મશાન નજીક વળાંકમાં રસ્તા ઉપર સદર કન્ટેનર રોકી કન્ટેનરમાં તપાસ કરતા કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ.૧૦,૧૦,૪૦૦/- નો મુદ્દામાલ મુકી નાસી ગયેલ આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ