વાંકલ ખાતે લાયબ્રેરીનું ઉદ્દઘાટન કરાયું. એકસાથે 50 જેટલાં વિદ્યાર્થીઓ બેસીને વાંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી.
વાંકલ ગ્રામસેવા સમાજના પ્રમુખ સુભાષભાઈ ચૌધરી, સામાજિક આગેવાન શૈલેષ મૈસુરિયા, માજી સરપંચ ઠાકોર ભાઈ ચૌધરી ના હસ્તે રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે જીવિકા દવાખાનાની બાજુમાં કોમ્યુનિટી હોલ ખાતે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવામાં માટે વિવિધ પ્રકારના પુસ્તકો વાંચવા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.વાંકલ ગામના આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટે લાઈબ્રેરી નો મહત્તમ ઉપયોગ કરવા જણાવાયું છે. વિશેષ આમંત્રિત મહેમાનો કમલેશ ચૌધરી,પરવટ.મિત્તલ ચૌધરી, ભટલાવ સરપંચ અંકિત ચૌધરીહાજર રહ્યા હતા.આ તકે ઠાકોર ભાઈ ચૌધરી, ઠાકોર ભાઈ ચૌધરી,શૈલેષ મૈસુરિયાં, સુભાષ ભાઈ ચૌધરી, શિરીષ ચૌધરી, મયુર ચૌધરી ઉપસ્થીત રહ્યા હતા.
વિનોદ મૈસુરીયા: વાંકલ