માંગરોળ તાલુકામાં વરસાદને કારણે મોટા શ્રમિક વર્ગને રોજગારી આપતા ઈંટ ઉદ્યોગને કરોડો રૂપિયાનું ભારે નુકસાન થતા ઇંટ ઉદ્યોગકારો વ્યાપક મુશ્કેલીમાં મુકાયો છે.
માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 60 થી વધુ એક ઉદ્યોગકારો શ્રમિક વર્ગને મોટા પ્રમાણમાં રોજગારી આપી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે મોંઘવારીના માર વચ્ચે કમોસમી વરસાદની કુદરતી આફત સામે ઇંટ ઉદ્યોગકારો લાચાર બન્યા છે રવિવારે વાતાવરણને એકાએક પલટો લીધો હતો અને સવારથી જ વાદળછાયુ વાતાવરણ જામ્યું હતું અને ત્યારબાદ બપોર પછી ધોધમાર કમોસમી વરસાદ વરસતા તાલુકાના આસરમા,વેરાકુઈ તેમજ હથોડા, કીમ ચાર રસ્તા, વિસ્તારમાં ચાલતા ઈંટના ભઠ્ઠામાં વરસાદી પાણી ભરાતા તૈયાર કાચી ઈંટ પલળી જતા તમામ ઇંટ ભઠ્ઠા માલિકોને સહન ના થઈ શકે તેવું મોટું આર્થિક નુકસાન થયું છે એક તરફ ઈંટ બનાવવામાં વપરાતા કોલસા સહિતનું તમામ મટીરીયલના ભાવ આસમાને પહોંચ્યા છે તેમજ સરકારની રોયલ્ટી અને અન્ય પ્રકારના ટેક્સોનું ભારણ વધી ગયું છે આવા સંજોગોમાં ઇંટ ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ