Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામના વૃદ્ધને કંટવાવ ગામના પાટીયા નજીક અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા મોત

Share

માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ મુખ્ય માર્ગ ઉપર કંટવાવ ગામના પાટીયા નજીક અજાણ્યા કાર ચાલકે રાત્રિ દરમિયાન વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

વાંકલ ગામના કુંભાર ફળિયામાં રહેતા 70 વર્ષીય મનહરભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ મહેનત અને ઈમાનદારી થી ટેલરિંગ કામ અને સાથે લોકોનું નાનું મોટું કામ કરી પોતાનું જીવન ગુજારતા હતા થોડા સમયથી તેઓ માનસિક રીતે સામાન્ય અસ્વસ્થ હતા જેથી ઘરે થી કેટલીક વાર સગા સંબંધીને ત્યાં જવા ચાલી નીકળતા હતા શુક્રવારે સાંજે 7:30 વાગ્યાના સુમારે તેઓને કંટવાવ ગામના બસ સ્ટેશન થી થોડે દૂર ચાલતા આવી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા ફોર વીલ ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી વૃદ્ધને અડફેટે લીધા હતા તેમને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું અકસ્માતના બનાવ સંદર્ભમાં મરણ જનાર ની બહેન ગુણવંતીબેન શંકરભાઈ પ્રજાપતિ રહે વૃંદાવન પાર્ક તરસાડી કોસંબા દ્વારા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ઝંખવાવ પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અકસ્માતના ગુના અંગે વધુ તપાસ પી.એસ.આઇ. એ.જી. દેસાઈ કરી રહ્યા છે.

Advertisement

વિનોદ મૈસુરીયા : વાંકલ


Share

Related posts

નડિયાદ : ૧૫ માં નાણાંપંચ અંતર્ગત ખરીદેલ ટ્રેક્ટર ટ્રોલીને ફ્લેગ ઓફ કરાવતા કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી

ProudOfGujarat

અંકલેશ્વર ના ગડખોલ પાટિયા પાસે આજરોજ કોબ્રા સાપ દેખાતા રહીસો માં ગભરાહટ

ProudOfGujarat

રાજકોટનાં પોલીસ સ્ટેશનમાં અચાનક આગ લાગતાં ૧૮ વાહનો બળીને ખાખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!