Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ભીલવાડા ગામના પાણી આમલી ફળિયામાં શિકારની શોધમાં આવેલો દિપડો ઝાડ ઉપર ફસાયો

Share

માંગરોળ તાલુકાના ભીલવાડા ગામના પાણી આમલી ફળિયામાં રાત્રિ દરમિયાન શિકારની શોધમાં આવેલો દિપડો ઝાડ ઉપર બાંધેલા તાર માં ફસાતા વન વિભાગની ટીમે ટ્રેક્યુલાઇઝ ગન થી દીપડાને બેભાન કરી રેસ્ક્યુ કર્યું હતું.

છેલ્લા કેટલાક દિવસોથી ભીલવાડા ગામના પાણી આમલી ફળિયાના રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં દીપડો આવતો હતો અને મરઘા કુતરાનો શિકાર કરતો હતો. ગત રાત્રી દરમિયાન ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ મંગાભાઈ ગામીત ના ઘર આંગણામાં આવેલ ઝાડ ઉપર બાંધેલા તાર માં શિકારની શોધમાં આવેલો દીપડો ફસાયો હતો મોડી રાત્રે દીપડાએ ત્રાડો પાડતા ઘરના સભ્યો જાગી ગયા હતા અને ત્યારબાદ વન વિભાગ વાંકલ રેન્જ કચેરીને ઘટના અંગેની જાણ ખેડૂત પરિવાર દ્વારા વાંકલ વન વિભાગને જાણ કરતા ઇન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક અનિલભાઈ પટેલ ફોરેસ્ટર પ્રીતિબેન ચૌધરી તેમજ વન કર્મચારીઓ હિતેશભાઈ માલી, ફિલીપભાઇ ગામીત, શર્મિલાબેન ચૌધરી, લેપર્ડ એમ્બેસેડર ટીમના કૌશલકુમાર મોદી, વન વિભાગ નેત્રંગ કચેરી ના વન કર્મચારીઓ જતીનભાઈ ડાભી, અશ્વિનભાઈ બારીયા, રવિરાજસિંહ ગોહિલ, સહિત ની ટીમે વહેલી સવારે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઝાડ ઉપર બાંધેલા તાર માં ફસાયેલા દીપડાને ટ્રેક્યુલાઇઝ ગન થી બેભાન કરાયો હતો ત્યારબાદ દીપડાને પાંજરામાં લઈ ઝંખવાવ ખાતે આવેલાં સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો દીપડો ફરી સ્વસ્થ થતાં તેને જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરવાની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

શ્રવણ ચોકડી વિસ્તારમાં ચાલતા કોરલ સ્પા પર પોલીસ ના દરોડા

ProudOfGujarat

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકા પંચાયત કોંગ્રેસનાં વિરોધ પક્ષનાં નેતાએ દાહોદનાં સાંસદ જશવંતસિંહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો.

ProudOfGujarat

ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ રાજકીય ભૂકંપ એંધાણ, વાલિયા તાલુકા ભાજપના અનેક આગેવાનો બળવાના મૂળમાં..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!