માંગરોળમાં ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે ધોરણ 8 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે INTERACTION PROGRAM નું આયોજન કરાયું.
આજનાં મુખ્ય અતિથિ તરીકે અશોક કુમાર ઠાકુર, સંશોધક, શિક્ષક-પ્રશિક્ષક, ટેડ ટોક અને મોટિવેશનલ સ્પીકર અને મુની ઇન્ટરનેશનલ સ્કૂલ, નવી દિલ્હીના સ્થાપક તથા હરિકૃષ્ણ પટેલ, આઈપીએસ, ભૂતપૂર્વ આઈજી-વહીવટ, ગાંધીનગર હાજર રહ્યાં હતાં.
કાર્યક્રમનું સંચાલન ધોરણ દસનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને પોતાનું ધ્યેય નક્કી કરવાનો, ધ્યેય પ્રત્યે જિદ્દી થવાનો અને જીવન સંબંધિત પડકારોનો સામનો કરીને કેવી રીતે આગળ વધવું તે બાબતોમાં પ્રોત્સાહિત કરવાનો હતો. બાળકોને જીવન સંબંધિત ધ્યેય ને જ નિશાન ચિંધવાનું ન કે મુશ્કેલીઓ પર ધ્યાન આપવું તે બાબત સમજાવવામાં આવી.
આચાર્ય વૈભવ અગ્રવાલ સાહેબે તેમનાં સ્વાગત સંબોધનમાં અતિથિનુ સ્વાગત કરીને તેમનો પરિચય આપ્યો. અતિથિ અશોક કુમાર ઠાકુરજી એ તેમનાં વિવેચનમાં અલગ અલગ પાત્રોના ઉદાહરણ આપીને જીવનનાં પાંચ મુખ્ય સિદ્ધાંતો સમજાવ્યા. જેમાં તેઓએ પાણીની, કવિ કાલિદાસ જેવાં ઉદાહરણ આપ્યાં હતાં. તેમણે જે સિદ્ધાંત કહ્યાં હતાં તે ૧)હું જ જિમ્મેદાર છું, ૨) કોઈ પણ જાતની નકારાત્મકતા નથી હોતી, ૩) કોઈ પણ જાતની મુશ્કેલી નથી હોતી પણ તેનું નિરાકરણ હોય છે., ૪) સંયમ, ૫) સંકલ્પ. આ પાંચ સિદ્ધાંતો જીવન લક્ષ્યની પ્રાપ્તિ કરાવે છે. ત્યારબાદ આઈજી સાહેબે પણ વિધાર્થી જીવનનું મહત્વ સમજાવી બાળકને સંબોધ્યા.
અત: શિક્ષકગણ માટે પણ એક વાર્તાલાપ સેશન કરવામાં આવ્યું જેમાં અશોક કુમાર ઠાકુરજીએ એક ટીચર તરીકે નહી પરંતુ એક ગુરુજી તરીકેની કામગીરી હાથ ધરવાની વાત જણાવી. તેઓ પુસ્તકિયા જ્ઞાનને અધૂરું ગણાવી વિદ્યાર્થીઓના જ્ઞાનને વધારવા માટે પિયર લર્નિંગ પદ્ધતિથી ભણાવવાની ગુંજાઈશ કરી.
વિનોદ મૈસુરિયા : વાંકલ