Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું

Share

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી ખાતે આજ રોજ રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત આજરોજ વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું: કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતના “લોખંડી પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની 148 મી જન્મજયંતિ ઉજવણીનો હતો અને તેમના યોગદાન વિશે જાગૃતિ ફેલાવીને રાષ્ટ્રની એકતાની જાળવણી કેળવવાનો હતો.

સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાળામાં દેશભક્તિની અત્યંત ભાવના સાથે ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત આદરણીય આચાર્ય સાહેબ શ્રી વૈભવ અગ્રવાલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ દ્વારા કરવામાં આવી. વિદ્યાર્થીઓએ આચાર્ય સાહેબનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું. આચાર્ય સાહેબ શ્રીએ પણ તેમના વક્તવ્યમાં સ્વતંત્ર ભારત તરફના યોગદાન બદલ સરદાર પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રની એકતા અને તેની સુખાકારી માટે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

“એક ભારત શ્રેષ્ઠ ભારત”, સરદાર વલ્લભભાઈ પટેલની 140મી જન્મજયંતિ નિમિત્તે 2015 માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ એક કાર્યક્રમ છે, જેનો હેતુ વિવિધ રાજ્યોના વિવિધ સંસ્કૃતિના લોકો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાને સક્રિયપણે વધારવાનો છે. તે અંતર્ગત વિદ્યાર્થીઓએ ગુજરાતના જોડી ધરાવતા રાજ્ય જમ્મુ કાશ્મીરની સંસ્કૃતિને પ્રદર્શિત કરતાં આચાર્ય શ્રીએ ફૈઝલ અલી સાથે વર્ચ્યુઅલ સંપર્ક દ્વારા વિધાર્થીઓ સાથે વાર્તાલાપ કરાવ્યો હતો જેઓને 2022માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. સરકારે જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતનો ફેલાવો કરવાના બ્રુસ લીના ચાહકના પ્રયાસને માન્યતા આપી છે. વિદ્યાર્થીઓ દ્વારા તેમનાં જીવનની માર્ગદર્શિકા વિશે જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમનાં પર ગુજરાતી ગીતની પ્રસ્તુતિ કરવમાં આવી હતી.

વિનોદ મૈસુરિયા: વાંકલ

Advertisement

Share

Related posts

જંબુસરનાં એન્જિનિયર દ્વારા હેન્ડ સેનેટાઈઝર મશીનનું નિર્માણ કરાયું. .

ProudOfGujarat

પાલેજ ઉભેલા ટ્રક પાછળ હાઈવા ઘૂસી જતા દ્રાઈવર નું મોત- કંડકટર નો આબાદ બચાવ…

ProudOfGujarat

અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ કોમ્પ્લેક્ષની દુકાનમાં શટર ઊંચું કરીને મોબાઈલ ફોન અને લેપટોપ સહિત સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!