માંગરોળ તાલુકાના નાની ફળી ગામે દીપડાએ ખેતરમાં રહેતા ખેડૂતના રોટ વેટર પાલતુ શ્વાનનો શિકાર કરતા ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગ સમક્ષ દીપડાને પકડવા પાંજરું ગોઠવવાની માંગ થઈ હતી. નાની ફળી ગામની સીમમાં બ્લોક નંબર 99 વાળી ખેતીની જમીનમાં હાલ ખેતી કરતા ભરતભાઈ ભગવાનભાઈ પટેલ ખેતરમાં રૂમ બનાવીને રહે છે તેમણે બે રોટવેટર જાતિના પાલતુ શ્વાન તેમની સાથે રાખેલ હતા જેમાં એક શ્વાન પર ત્રણ દિવસ પહેલા દીપડાએ હુમલો કર્યો હતો અને ઇજા થતા તેનું મોત થયું હતું જ્યારે બીજા પાલતુ શ્વાનનો શુક્રવારે વહેલી સવારે દીપડાએ શિકાર કર્યો હતો અને ત્યારબાદ દીપડો શ્વાનને લઈને શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો ખેડૂતે આ ઘટના અંગે ગ્રામ પંચાયતને જાણ કરી હતી અને ત્યારબાદ ગ્રામ પંચાયતે વાંકલ વન વિભાગ રેન્જ કચેરી સમક્ષ દીપડાને પકડવા પાંજરું ગોઠવવાની માંગ કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement