Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાકલમાં ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમને સફળ બનાવવા ભાજપ કાર્યકરોની બેઠક યોજાઈ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે યોજાયેલ ભાજપ કાર્યકરોની બેઠકમાં ઉપસ્થિત રહેલા માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા અને ભાજપના સિનિયર આગેવાન રાજુભાઈ પાઠકે અગામી તારીખ 29 ના રોજ વાંકલ ખાતે યોજાનાર પ્રદેશ ભાજપ. પ્રમુખ સી આર પાટીલના કાર્યક્રમને સફળ બનાવવા અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ પ્રથમવાર માંગરોળ તાલુકાના વાંકલ ગામે જાહેર સભાને સંબોધન કરવા માટે આવી રહ્યા છે ત્યારે 1000 ભાજપ કાર્યકરોની બાઈક રેલીનું આયોજન અને જાહેર સભામાં 15 હજાર જેટલા લોકો ને ભેગા કરવાનુ ભાજપ સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વાંકલ ગામે આયોજન અંગેની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં માંગરોળ તાલુકા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રમુખ જયેશભાઈ પટેલનું ધારાસભ્ય ગણપતભાઈ વસાવા અને રાજુભાઈ પાઠક દ્વારા સન્માન કરાયું હતું સાથે સંગઠનના મહામંત્રીઓ કેતનસિંહ સૂરમા અને હરિવદનભાઈ ચૌધરીનું અભિવાદન કરાયું હતું.

સ્વાગત પ્રવચન નવનિયુક્ત પ્રમુખે કરી અગામી કાર્યક્રમ અંગે બાઈક રેલી તેમજ મંડપ વ્યવસ્થા સહિતના આયોજનની વિસ્તૃત માહિતી આપી હતી જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી રાજુભાઈ પટેલે બુથ સશક્તિકરણ સહિતની બાકી સંગઠનલક્ષી કામગીરી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુભાઈ પાઠકે સંબોધન કરતાં જણાવ્યું કે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી નો કાર્યક્રમ છે જેથી દરેક ભાજપના કાર્યકરો અને આગેવાનોની કાર્યક્રમને સફળ બનાવવાની આ નૈતિક જવાબદારી છે ભૂતકાળમાં માંગરોળ વિધાનસભા વિસ્તાર કોંગ્રેસનો હતો પરંતુ આગેવાનોની મહેનતને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનુ શ્રેષ્ઠ સંગઠન માંગરોળ વિધાનસભા વિસ્તાર બન્યો છે જ્યારે જિલ્લામાં સૌથી શ્રેષ્ઠ માંગરોળ નું ભાજપ સંગઠન છે તે વાત પ્રદેશ અધ્યક્ષ લઈને જાય એવું આયોજન કાર્યકરોએ કરવું પડશે ધારાસભ્ય ગણપતભાઈ વસાવા જણાવ્યું કે વાંકલ ખાતે યોજાનારા કાર્યક્રમમાં એક સાથે 15 હજાર લોકો વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ સાંભળશે જે રેકોર્ડ થશે અને સાથે એપીએમસીના ચૂંટાયેલા ડિરેક્ટરોનું સન્માન કરવામાં આવશે. ભાજપ સરકારે આ વિસ્તારમાં સિંચાઈ યોજનાથી લઇ અનેક કામો કર્યા છે જેથી લોકો ભાજપ સાથે છે. આ કાર્યક્રમને લઈ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ત્રીજીવાર ભાજપનો ભવ્ય વિજય થશે. આ કાર્યક્રમમાં દિનેશભાઈ સુરતી, દીપકભાઈ વસાવા, પ્રભારી આશિષભાઈ ઉપાધ્યાય, તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા, યુવરાજસિંહ સોનારીયા, ઠાકોરલાલ ચૌધરી, જિલ્લા પંચાયત સભ્ય અમિષાબેન પરમાર, સંગઠનના આગેવાનો, સરપંચો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઉમલ્લાની શાળાના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પુસ્તિકાઓનું કરાયું વિતરણ.

ProudOfGujarat

પોલીસને ચકમો આપીને આદિવાસીઓની પદયાત્રા રાજપીપલા જવા રવાના…

ProudOfGujarat

ગુજરાત આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર એ વડોદરાની એસ. એસ. જી હોસ્પિટલની લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!