માંગરોળ તાલુકાના ઓગણીસા રતોટી વચ્ચે આવેલ ધાર્મિક સ્થળ બણભા ડુંગરે દશેરા પર્વ નિમિતે ભરાતા મેળામાં હજારોની મેદની ઉમટી પડી હતી. દેવ દર્શન સાથે મેળાની મજા માણી હતી.
માંગરોળ, માંડવી, ઉંમરપાડા તાલુકામાં વસવાટ કરતાં આદિવાસી સમાજ માટે શ્રધ્ધા અને આસ્થાનું પ્રતીક ગણાતા બણભા દેવ ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જૂની પરંપરા પ્રમાણે નવરાત્રી પૂર્ણ થતાં શ્રદ્ધાળુ ગરબા માટલી મૂકી રાસ ગરબાની રમઝટ બોલાવે છે. ડુંગર ઉપર દેવી દેવતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement