માંગરોળ મોસાલી ગામના રહેણાંક વિસ્તારમાં બેફામ દોડતી કોલસાની ટ્રકો રજકણો ઉડતા ત્રાહિમામ પોકારી ઊઠેલા સ્થાનિક ગ્રામજનોએ જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી જીઆઈપીસીએલ કંપની અને ટ્રક ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
નાની નરોલી ગામે કાર્યરત જીઆઇપીસીએલ કંપની દ્વારા વાલીયા માઈન્સમાંથી ટ્રકો મારફત કોલસો લાવવામાં આવે છે આ ટ્રકો માંગરોળ મોસાલી ગામના રહેણાક વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે ટ્રક ચાલકો દ્વારા કોલસા ઉપર યોગ્ય પ્રકારનું આવરણ ઢાંકવામાં આવતું નથી જેને કારણે બેફામ દોડતી કોલસાની ટ્રકો માંથી રજકણો ઉડે છે જેથી સ્થાનિક ગ્રામજનોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે તેમજ બેફામ દોડતી ટ્રકોના ચાલકો કેટલીક વાર રસ્તાની બાજુમાં ઊભા કરેલ વીજપોલને ટક્કર મારતા હોવાથી ફોલ્ટ થતા હોય છે જેને કારણે લોકોના ઘરમાં મુકેલા વીજ ઉપકરણોને નુકસાન થવાના બનાવો બનતા રહે છે જેથી અગાઉ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મોસાલી ગામની ગ્રામસભા યોજાઈ હતી ત્યારે ગ્રામજનોએ કેટલીક રજૂઆતો કરી જેમાં કોલસાની ટ્રકો હંકારતા ચાલકોના લાયસન્સ ચેક કરવામાં આવે અને રસ્તા ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવા અલગ અલગ કારણો ઠરાવો કરવામાં આવ્યા છે પરંતુ તેનો કોઈ અમલ સરકારી તંત્ર દ્વારા થતો નથી જેને કારણે ગ્રામજનોની મુશ્કેલી દિન પ્રતિદિન વધી રહી છે તેમજ ફરી ગતરોજ કોલસો ભરેલી ટ્રક ના ચાલકે બેફામ વાહન કરી રસ્તા ઉપર કોલસો પાડી નાખ્યો હતો જેથી સ્થાનિક સોયબભાઈ માંજરા સહિત મોસાલી ગામના વિવિધ આગેવાનોએ આ બાબતે સુરત જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
વિનોદ મૈસુરિયા: વાંકલ