આજરોજ તાલુકા મથકે આર.ટી.ઓ. કેમ્પનું આયોજન થતા અનેક વાહનો કેમ્પમાં આવ્યા હતા. પહેલા આર.ટી.ઓ કેમ્પ યોજાતો હતો પરંતુ 2007 માં એકાએક બંધ કરી દેવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાસિંગ કરાવવા માટે બારડોલી સુધી જવુ પડતું હતું. આ કેમ્પ યોજાતા વાહન માલિકોમાં આનંદ લાગણી પ્રસરી છે. માંગરોળ તાલુકાની જનતાએ માંગ કરી છે કે માંગરોળ ખાતે કેમ્પ યોજે અને વાહનની નંબર પ્લેટ ફિટિંગની કામગીરી શરૂ કરવામાં આવે તો આખા દિવસનો સમય અને બારડોલી સુધી 70 કિમી સુધી જવું નહિ પડે.
Advertisement