અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ અંતર્ગત સુરત જીલ્લા કક્ષાની શાળાકીય ખો – ખો સ્પર્ધા વાત્સલ્યધામ, ખોડવાડ મુકામે યોજાઈ હતી, જેમાં માંગરોળ તાલુકાનું પ્રતિનિધિત્વ શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ, વાંકલના બાળકો એ કર્યું હતું, જેમાં ૭ – ૧૭ તેમજ U- ૧૯ વિભાગોની ભાઈઓની ટીમ રનર્સ-અપ બની હતી. જયારે બહેનોની ટીમ જીલ્લામાં ચેમ્પિયન બની હતી. આ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનારા ૧૭ જેટલા બાળકોને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે સુરત જીલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક સાંપડી છે, તો આ તમામ બાળકોને અને માર્ગદર્શક શિક્ષકકોને શાળાના આચાર્ય તેમજ શ્રી વાંકલ કેળવણી મંડળના પ્રમુખ મંત્રી, તમામ ટ્રસ્ટીગણ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે. અગામી દિવસોમાં યોજાનારી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ઉત્કૃષ્ઠ દેખાવ કરે તે માટે શુભેચ્છા પાઠવી છે.
વસાવા કાર્તિક કે. U- ૧૭, વસાવા હિમાંશુ ટી. U-૧૭, વસાવા ઋતુરાજ કે.U– ૧૭, ચૌધરી પ્રણય કે.- ૧૯, ચૌધરી પ્રતિક કે.U – ૧૭, ચૌધરી હાર્દિક જે.U- ૧૭, વસાવા રોનક એસ. U – ૧૭, ચૌધરી તૃથી ડી. ગામીત નેન્સી વી.U – ૧૯, ગામીત વિષા બી. U, ૧૭ ગામીત જીનલ જી. U – ૧૭, ચૌધરી વૈભવી ડી. U – ૧૭, ચૌધરી નિશા આર.U – ૧૭, ચૌધરી સુહાની એમ.U – ૧૭, ચૌધરી ડીમ્પલ જી. U- ૧૯, ચૌધરી પિયા કે.U ૧૭,વસાવા પૂજા આર – ૧૯.
વિનોદ મૈસુરિયા : વાંકલ