Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના કંટવાવ ગામે પાણીના ટેન્કરનું લોકાર્પણ અને ગ્રામ સમાજ વાડીનું ખાતમુહૂર્ત કરાયું.

Share

માંગરોળ તાલુકાના કંટવાવ ગામે પાણીના ટેન્કરનું લોકાર્પણ ગ્રામ સમાજ વાડીનું ખાતમુહૂર્ત સુરત જીલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતીના હસ્તે કરાયું.

કંટવાવ ગામ મુકામે ૨.૫૦ લાખના પાણીના ટેન્કરનું લોકાપર્ણ જે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અનુદાન (ગ્રાન્ટ)માંથી તથા કંટવાવ ગામે ગ્રામ સમાજ વાડી (હોલ)નું ખાતમુહુર્ત નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ સુરતી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રમેશભાઈ ચૌધરી, રાજુભાઈ ચૌધરી તથા રઘુભાઈ ચૌધરી સમસ્ત ગ્રામવાસીઓ કાર્યક્રમમાં હાજરી આપી અને સૌ પ્રથમ ભગવાન કરુણાસાગરના મંદિરે પૂજા અર્ચના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કંટવાવ ગામમાં પાણીના ટેન્કરની સુવિધા થવાથી ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયામાંથી જીવતા વન્ય પ્રાણીઓના વેચાણનો પર્દાફાશ, બે ઈસમોની વનવિભાગે કરી ધરપકડ

ProudOfGujarat

ગોથાણ રોડ-રંગોળી ચોકડીથી કીમ રોડ પર વચ્ચે આવેલ રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય થતાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જાહેરનામુ બહાર પડાયું.

ProudOfGujarat

બનાસકાંઠામાં મુશળધાર વરસાદથી તારાજી સર્જાઈ, અનેક ઘરોમાં 4 ફૂટ પાણી ભરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!