માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત વતન આવેલા જવાનનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઝંખવાવ ચાર રસ્તાથી વતનના ગુંદીકુવા ગામ સુધી સ્વાગત રેલી યોજાઇ હતી.
ઉમરપાડા તાલુકાના ગુંદીકુવા ગામે રહેતો જેકીશભાઈ વેસ્તાભાઈ વસાવા વાંકલ ખાતે ધોરણ 12 અને ત્યારબાદ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો પરંતુ જેકીશને પહેલેથી જ રાષ્ટ્ર સેવા અને ખાસ આર્મી મેન બનવાનો શોખ હતો જેથી તેણે અભ્યાસ છોડી બિહાર રેજીમેન્ટ સેન્ટર દાનાપુર ખાતે આર્મી ટ્રેનિંગમાં જોડાયો હતો હાલ તેની ટ્રેનિંગ પૂર્ણ થતા જેકીશ વસાવા પોતાના વતન ગુંદીકુવા ગામે આવી રહ્યો હતો ત્યારે ઝંખવાવ ગામના ચાર રસ્તા ખાતે હિન્દુ મુસ્લિમ આગેવાનો અને ગુંદીકુવાના ગ્રામજનો એ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા તેમણે હાર તોરા કરી જવાનનુ ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ સ્વાગત રેલી સ્વરૂપે યુવકને ગ્રામજનો વતન ગુંદી કુવા ખાતે લઈ ગયા હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ