Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ ખાતે કાર્યરત સીસીટીવી કેમેરાનો કેબલ કપાતા છેલ્લા ત્રણ દિવસથી છ કેમેરા બંધ હાલતમાં

Share

માંગરોળ તાલુકાનું વાંકલ ગામનો ડગલેને પગલે વિકાસ થઈ રહ્યો છે ગામ શિક્ષણ નગરી બની રહી છે ગામની વસ્તી અને વેપારીઓનું બજાર અને બજારમાં ચોરીના બનાવો ના બને તે માટે માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી પાંચ લાખ રૂપિયાના ખર્ચે વાંકલ પંચાયત ભવન ખાતે ૧૬ જેટલા સીસીટીવી કેમેરાનું એક અઠવાડિયા પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દરેક ફળિયામાં અને મેઇન રોડ પર કેમેરા મુકવામાં આવ્યા હતા જેથી કોઈ ઘટના બને તો સીસીટીવી કેમેરાના માધ્યમથી ઘટના સુધી પહોંચી શકાય પરંતુ મેઇન બજારથી સ્વામિનારાયણ મંદિર તરફ જતા માર્ગ પરથી સીસીટીવી કેમેરાનો કેબલ વાંકલ વીજ કચેરીનો સ્થાનિક લાઈનમેને બેદરકારી દાખવી લાઈટના પોલ પરથી પસાર થતો કેબલ કાપી નાખતા મેઇન રોડ પરના છ જેટલા કેમેરા છેલ્લા ત્રણ દિવસથી બંધ થઈ ગયા હતા. આ બાબતની જાણ કોન્ટ્રાક્ટરને કરવામાં આવતા સુરતથી સ્પેશિયલ મશીન દ્વારા આ કેબલને જોઈન્ટ કર્યા બાદ ફરી મેઇન રોડના છ જેટલા કેમેરા કાર્યરત થશે. કેમેરા બંધ હાલતમાં હોવાથી રવિવારે સાંજે મેઇન રોડ પર બસ સ્ટેન્ડની સામે આવેલ શાકભાજીની દુકાનમાં જ મોબાઈલ ચોરીની ઘટના બની હતી. મોબાઇલની શોધખોળ કર્યા બાદ ગ્રામ પંચાયત ખાતે સીસીટીવી કેમેરાનું ફૂટેજ ચેક કરવા જતા કેમેરા બંધ હાલતમાં હોવાથી મોબાઈલ ચોરીની ધટના જાણી શકાય ન હતી. વાંકલ પંચાયત દ્વારા આ બાબતની યોગ્ય તપાસ હાથ ધરી મેઇન રોડ પરના ૬ જેટલા કેમેરા તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સુરતના ખટોદરા વિસ્તારમાં 22 વર્ષના અરસાના યુવક ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગની દ્રષ્ટિ વસાવાની ઊંચી ઉડાન, ઓલમ્પિક 2026 માં આઈસ ગર્લ કરશે દેશનું પ્રતિનિધિત્વ

ProudOfGujarat

પ્રા.આ.કે. વેરાકુઈ દ્વારા વિદેશ થી આવેલા ત્રણ વ્યક્તિઓ ને હાથ પર સ્ટેમ્પિંગ કરવા માં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!