માંગરોળ તાલૂકાનાં વાંકલ ખાતે વેરાવી ફળીયામાં તળાવની આજુબાજુ સીતાફળ, જમરૂખ, લીમડો તેમજ અલગ અલગ જાતના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
વાંકલનાં સરપંચ શ્રી ભરતભાઈ વસાવા નેતૃત્વ હેઠળ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સમગ્ર રોપાનું વાવેતર વાંકલનાં સદસ્ય મહેશભાઈના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ રોપા ગામના યુવાનોને ચારથી પાંચ દિવસનો સમય લાગ્યો હતો. વાવેતરનો મૂળ હેતુ પર્યાવરણ બચાવવાનો છે. વૃક્ષોને ફરતે કાંટાની વાડ બનાવવામાં આવી છે.
Advertisement