Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ વિધાનસભાના સંયોજક ભાજપ નેતા દીપક વસાવાને બનાવાયા

Share

આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે માંગરોળ તાલુકાના આદિવાસી નેતા દીપક વસાવાને ભાજપ દ્વારા માંગરોળ વિધાનસભાના સંયોજક બનાવી મોટી જબાબદારી સોંપવામાં આવી છે. લોકસભા 2024 ની ચૂંટણીને બસ હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા હાલ સંગઠનમાં પણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે અને ઉત્સાહી કાર્યકરોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી રહી છે.ત્યારે વર્ષોથી ભાજપ પક્ષ સાથે જોડાયેલા માંગરોળ ના દીપક વસાવા ને વધુ એકવાર ભાજપે મહત્વની જવાબદારી સોંપી છે પ્રદેશ ભાજપ દ્વારા બારડોલી લોકસભાના સંયોજક અને પ્રભરીઓની જાહેર કરવામાં આવેલ યાદીમાં દીપક વસાવાનો પણ સમાવેશ કરાયો હતો. દીપક વસાવાને ભાજપ દ્વારા માંગરોળ લોકસભા વિસ્તારના સંયોજક બનાવામાં આવ્યા છે તેઓ અગાઉની ભાજપ સંગઠનના સુરત જિલ્લા મહામંત્રી પણ રહી ચૂક્યા છે.

દીપક વસાવાએ જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ દ્વારા મને માંગરોળ લોકસભાના સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે.તે બદલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ,માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા અને અમારા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડનો આભાર વ્યક્ત કરું છું. આગામી દિવસોમાં ભાજપ સંગઠન વધુ મજબુત થાય તે દિશામાં કામગીરી કરીશુ.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : મક્તમપુર નદી કિનારે વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

આમોદના આછોદ ગામ ખાતે તસ્કરોનો આતંક, ફોરવ્હીલમાં આવેલ તસ્કરો સાત બકરા ચોરીને ફરાર થતા પશુપાલકોમાં ભય.

ProudOfGujarat

શામળાજી પોલીસે કારમાં અમદાવાદ લઇ જવાતો 1.26 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!