માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના 10 વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.
અખિલ ભારતીય શાળાકીય રમત મહોત્સવ અંતર્ગત સુરત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કોસંબા ખાતે થયું હતું જેમાં અંડર 17 ની ટીમ રનર્સ અપ બની હતી જ્યારે અંડર 19 બહેનોની ટીમે જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ સ્પર્ધામાં પ્રાપ્ત કર્યો હતો. હવે યોજાનારી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે વાંકલ એન ડી દેસાઈ હાઈસ્કૂલના 10 જેટલી વિદ્યાર્થીનીઓની પસંદગી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે થઈ છે જેમાં નિકિતા વસાવા, સપના વસાવા, ટ્વિંકલ ચૌધરી, જાસ્મીની વસાવા, રક્ષિતા વસાવા, પ્રિયાંશી વસાવા, એન્જલ ચૌધરી, પ્રિયંકા વસાવા, સ્નેહા વસાવા, શ્રુતિ વસાવા, નો સમાવેશ થયો છે આ તમામ વિદ્યાર્થીઓ અને વ્યામ શિક્ષકોને શાળાના આચાર્ય પારસભાઈ મોદી તેમજ ટ્રસ્ટી મંડળના પ્રમુખ સંજયભાઈ દેસાઈ અને ટ્રસ્ટીગણે અભિનંદન આપ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ