ભાજપા સમર્થિત વ્યાપારી પેનલ બિન હરીફ થયેલ છે.સુરત જિલ્લાના માંગ૨ોળ તાલુકાના કોસંબા APMC ની સામાન્ય ચૂંટણી અન્વયે કોસંબા APMC ખાતે ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચૂંટણી અધિકા૨ીનાં ઉપસ્થિતીમાં યોજવામાં આવી હતી. જેમા ખેડૂત વિભાગ ૧૦ પદ, વ્યાપારીવર્ગના ૪ પદ તથા સહકારી વિભાગના ૧ પદ મળી કુલ ૧૫ વ્યવસ્થાપક સમિતિના સભ્યો માટેની કાર્યવાહીનો આરંભ કરવામાં આવેલ હતી. કોસંબા APMC ચૂંટણીમાં ખેડૂત વિભાગના સભ્ય માટે ૩૧ ઉમેદવા૨ોએ ફોર્મ ભરેલ હતા જેમાં ભા૨તીય જનતા પાર્ટી સમર્થિત ૧૫ ઉમેદવા૨ોને મેન્ડેટ મળતા તેમના ફોર્મ ભર્યા હતા. વ્યાપારી વર્ગમાંથી ભાજપા પ્રેરીત ૦૪ ઉમેદવારો સામે કોઈ હરિફ ઉમેદવારોએ ઉમેદવારી ન નોંધાવતા તેઓ બિનહરિફ જાહેર થયા હતા અને સહકારી વિભાગના સભ્યપદ માટે ૩ ઉમેદવા૨ી ફોર્મ ભરાયેલ છે. આગામી ત્રીજી તા૨ીખના રોજ ઉમેદવા૨ી પત્ર ૫૨ત ખેંચવાની અંતિમ તારીખ હોય હવે પછી સ્ટષ્ટ ચિત્ર દેખાઈ આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહયા હતા. ભાજપના ઉમેદવા૨ોને મેન્ડેટ આપવા જિલ્લા ભાજપા સંગઠન મહામંત્રી રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા અને પૂર્વ કેબીનેટ મંત્રી અને ૧૫૬–માંગ૨ોળ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તથા તાલુકા સંગઠન પ્રમુખ / મહામંત્રી સહિતની ટીમ હાજર રહી માર્ગદર્શન આપ્યુ હતુ અને કોસંબા APMC ની ચૂંટણી પ્રક્રિયા પા૨દર્શી રીતે સંપન્ન થાય એવી શુભેચ્છા પાઠવી હતી. કોસંબા APMC ની ચૂંટણી ભાજપનો દબદબો ૨હેવાની સંભાવના છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ