Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ સરકારી વિનયન અને વાણિજય કોલેજની વિદ્યાર્થિની એ બોક્સિંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો.

Share

એસ.ડી.જૈન કોલેજ, સુરત દ્વારા વી.ન.દ.ગુ.યુનિ,સુરત ઇન્ટર કોલેજ વુમેન બોક્સિંગ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં શ્રી અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વાંકલની વિદ્યાર્થીની વસાવા દેવાંશી મગનભાઈ એ ગોલ્ડ મેડલ, ચૌધરી આકાંક્ષા જયેલભાઈ એ ગોલ્ડ મેડલ તથા ચૌધરી દૃષ્ટિ વિરસિંગભાઈ એ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે તથા ઓલ ઇન્ડિયા બોક્સિંગ ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધા માટેની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની ટીમ માટે પસંદગી પામેલ છે.આમ આ વિદ્યાર્થીનીઓએ કોલેજનું, આદિવાસી સમાજનું નામ રોશન કરેલ છે. આ ઉત્કૃષ્ઠ સિધ્ધિ બદલ વિજેતા ખેલાડીઓ તથા કોચ પ્રો.વિજયભાઈ દવે કોલેજ આચાર્ય ડો.દીપકભાઈ ચૌધરી તથા સમગ્ર સ્ટાફ ગણે અભિનંદન પાઠવ્યા છે.

વિનોદ મૈસુરિયા: વાંકલ

Advertisement

Share

Related posts

સાંસદની ઉપસ્થિતિ માં ડેડીયાપાડા ખાતે નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું.

ProudOfGujarat

ઝઘડિયાના વણાકપોરથી જરસાડ માર્ગ પર દીપડો ફરતો હોવાનો વિડીઓ વાયરલ.

ProudOfGujarat

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થતા મોસાલી ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!