Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલની જવાહર નવોદય વિદ્યાલય ખાતે 74 વન મહોત્સવનું આયોજન કરાયું.

Share

માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય “ગણપતસિંહ વસાવા” ની વિશેષ ઉપસ્થિતિમાં વાંકલ ખાતે “જવાહર નવોદય વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાંકલ બસ સ્ટેન્ડનું લોકાર્પણ, વેરાવી ગામ ખાતે ૧૦ લાખ રૂપિયાનાં ખાતમુહૂર્ત, વાંકલ સી.સી.ટી.વી કેમેરાનું લોકાર્પણ માજી મંત્રી ગણપત સિંહ વસાવા હસ્તે કરવામાં આવ્યું હતું.

પંડિત દિનદયાળજીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જીલ્લા પંચાયત સદસ્ય અફઝલ ખાન પઠાણ, દિનેશ સુરતી, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહર વસાવા, ઉપપ્રમુખ દીપક ચૌધરી, માજી મહા મંત્રી દીપક વસાવા, હર્ષદ ચૌધરી, નવોદય વિદ્યાલયના આચાર્ય, વન મહોત્સવ નિમિતે વન વિભાગના અધિકારી ગઢવી તેમજ સ્ટાફગણ, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ કાર્યકરો અને કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પંચમહાલ : જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની તપાસ બાબતે તાલુકા પંચાયત કચેરીમાં રજૂઆત.

ProudOfGujarat

વાંકલ : ટી.એસ.પી.(ટ્રાયબલ સબપ્લાન માંડવી) 2021/22 અંગેની બેઠક કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ.

ProudOfGujarat

એકતાનગરમાં ડેલીગેટ્સ દ્વારા G-20 પ્રદર્શનનો શુભારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!