માંગરોળ તાલુકાના લવેટ ગામે અમૃત કળશ યાત્રા યોજાઈ હતી આ સમયે લવેટના ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયતના નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખનું સન્માન કરાયું હતું.
કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રેરિત અમૃત કળશ યાત્રાનું આયોજન સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપ આદિવાસી મોરચાના અગ્રણી હર્ષદભાઈ ચૌધરીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું તેમણે સંબોધન કરતા જણાવ્યું કે રાષ્ટ્રવાદની ભાવનું દરેક વ્યક્તિના હૃદયમાં નિર્માણ થાય એવા શુભ હેતુથી સરકાર દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમૃત કળશ યાત્રાનો રથ દરેક ગામ ફરશે જેમાં લોકો રાષ્ટ્રભાવના ના પ્રતિક રૂપે માટી અને ચોખા આપશે આ પ્રસંગે કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયતના નવા વરાયેલા પ્રમુખ મનહરભાઈ વસાવા ઉપપ્રમુખ દીપકભાઈ ચૌધરી લવેટ ગામના સરપંચ મનોજભાઈ વસાવા ઇસનપુર ગામના સરપંચ હરીવદનભાઈ ચૌધરી લવેટ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા હારતોરા કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ.કળશ યાત્રામાં સુરત જિલ્લા તાલુકા પંચાયત સદસ્ય અફઝલ ખાન પઠાણ, સુરત જીલ્લા માજી મહામંત્રી દીપક વસાવા, તાલુકા પંચાયત સદસ્ય યુવરાજસિંહ સોનારિયા, તાલુકા પંચાયત સદસ્ય શૈલેષ મૈસુરિયા, વેરાકૂઈ ના સરપંચ કરમાં ભાઈ ગામીત, કંસાલી ના સરપંચ હરેન્દ્ર ગામીત, ઝીનોરા ના જયેશ વસાવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યું કે પ્રદેશ અને જિલ્લાના આગેવાનો તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કરી જવાબદારી આપી છે આ વિશ્વાસ ને અમે પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું અને સરકારની યોજનાઓનો લાભ છેવાડાના જરૂરિયાત મંદ લાભાર્થીઓ સુધી સુધી પહોંચાડીશું તેવી ખાતરી આપી હતી અને ત્યારબાદ બંને પદાધિકારીઓના હસ્તે લવેરટ ગામમાં અમૃત કળશ યાત્રા રથ ની પૂજા કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
વિનોદ માંગરોલ : વાંકલ
માંગરોળ તાલુકાના વાંકલ, લવેટ, વેરાકુઇ, કંસાલી, ઝીનોરા ગામે અમૃત કળશ યાત્રા યોજાઈ.
Advertisement