આઠ દિવસ સુધી ખૂબ આનંદ ઉલ્લાસથી પ્રતિક્રમણ, ભકતામર સ્તોત્ર, સનાત્ર પૂજા, પંચકલયાણક પૂજા અને મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ખુબ ઉત્સાહથી કરવામાં આવી હતી. ભગવાનની શોભાયાત્રા આખા ગામમાંથી ફેરવવામાં હતી તેમાં તમામ ગામના લોકો જોડાયા હતા અને ડી.જે.ના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ઝંખવાવ જૈન સંઘમા ચાર તપસ્વીઓની અઠ્ઠાઈની તપસ્યા જૈન સંઘ ઝંખવાવ માટે ખૂબ ધામધૂમથી પર્યુષણ પર્વની ઉજવણી કરવા માટે આવતી હોય છે તેમાં અઠ્ઠાઈની તપસ્યા ચંદાબેન પુનમચંદભાઈ કોઠારી, શ્રેયાસી અજય ભાઈ ધોકા, ભક્તિ રાજુભાઈ છેડા, નિષઠા સુનિલ શાહે આઠ દિવસની ઉપવાસ નીચે તપસ્યા કરી હતી. તેમના પારણા શ્રી સંઘના તમામ લોકો એક અનેરો ગામના લોકો એ ખૂબ આનંદથી તપસ્વી નીચે શોભાયાત્રા સાથે કરવામા આવ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement