ઉમ૨પાડા તાલુકાના અંતરીયાળ ચકરા ગામની આદિજાતિ ૭૩ બહેનો ઘ્વા૨ા માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ૭૩માં જન્મ દિને તંદુરસ્ત અને લાંબુ આયુષ્ય પ્રધાન કરે અને દેશના વિકાસ યાત્રાને સતત આગળ વધાવતા રહો એવી શ્રી વીર ભાથીજી મહારાજના મંદિરે આરતી કરી અને શભેચ્છા પાઠવવામાં આવી હતી ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઘ્વા૨ા વડાપ્રધાન ના 73 માં જન્મદિવસ નિમિત્તે ૭૩ બહેનોને સાડીને ભેટ આપવામાં આવી.
ઉમરપાડા તાલુકાના રુ૨લ હોસ્પિટલમાં ગરીબ જરૂરીયાત મંદ દર્દીઓને વિના મુલ્યે ફુટ વિતરણ કરવામાં આવ્યુ તથા તેઓના ખબર અંતર પુછી અને દર્દીઓને તકલીફ ન પડે તે માટે કર્મચારી સ્ટાફને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી
આ પ્રસંગે પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા એ જણાવ્યુ હતુ કે, નવા ભારતના પ્રાંતા, વિશ્વફલક પર ભારતને મજબુત અને મક્કમ બનાવનાર અને આપણા લોકલાડીલા વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદી દેશના દરેક લોકોની ચિંતા કરીને ઉજવલ્લા યોજના થકી વિના મુલ્યે ગેસની બોટલો આપવામાં આવી હમણાં રક્ષાબંધનના દિવસથી ગેસની બોટલના ગ.૨૦૦નો ઘટાડો કર્યો અને પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધી યોજના ધ્વારા ખેડૂતોને વર્ષે તેઓના ખાતામાં સીધા રૂા.૬૦૦૦ જમાં કરાવવામાં આવે છે. દરેક માનવીની આરોગ્યના રક્ષણ માટે આયુષ્યમાન કાર્ડ યોજના થકી તમામ પ્રકા૨ના ઓપરેશન અને દવાઓ માટે રૂ।.૧૦ લાખની સહાય મંજુ૨ ક૨વામાં આવે છે એવી માહિતી આપી હતી.
ઉમરપાડામાં વડાપ્રધાનના 73 માં જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય દ્વારા 73 બહેનોને સાડીની ભેટ અપાઈ
Advertisement