Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા અને હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો

Share

માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખને બિનહરીફ વિજેતા જાહેર કરાયા બાદ વિધિવત રીતે ચાર્જ સંભાળતા તાલુકા માંથી ઉમટી પડેલા ભાજપના સમર્થકો આગેવાનો એ વિજેતાઓને અભિનંદન આપી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી આનંદ ઉત્સવ મનાવ્યો હતો.

તાલુકા પંચાયત સભાખંડ ખાતે ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહેલા મામલતદાર પાર્થ જયસ્વાલ અને સચિવ બી ડી સિસોદિયા એ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી આ દરમિયાન મોટા બોરસરા બેઠક પરથી ચૂંટાયેલા મનહરભાઈ ઠાકોરભાઈ વસાવાને પ્રમુખ પદે તેમજ દીપકભાઈ રાયસીંગભાઇ ચૌધરીને ઉપપ્રમુખ પદે વિજેતા જાહેર કર્યા હતા તેમજ શાસક પક્ષના નેતા તરીકે મુકેશભાઈ વસંતભાઈ ગામીત અને દંડક તરીકે ભૂમિબેન બ્રહ્મભટ્ટને જાહેર કરી વિધિવત રીતે પદગ્રહણ કરાવ્યું હતું. પ્રમુખ મનહરભાઈ વસાવા એ ભાજપ પક્ષના પાયાના કાર્યકરથી લઈ જિલ્લા પ્રદેશના તમામ આગેવાનો કાર્યકરોનો આભાર માની તાલુકાના વિકાસ માટે આપેલી તકનો હું પૂરેપૂરો ઉપયોગ કરીશ અને સામાન્ય ગરીબ છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચે તેવા મારા પ્રયાસ રહેશે. ભાજપ શાસકોના આદર્શ વહીવટની પરંપરાને હું આગળ વધારીશ તેમ જણાવ્યું હતું આ સમયે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારીયા અને સભ્યોએ નવા પ્રમુખ ઉપપ્રમુખનું સ્વાગત કર્યું હતું તેમજ ભાજપના અગ્રણી અને સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠકે ઉપસ્થિત રહી તેમણે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા. ભાજપ આદિવાસી મોરચાના પ્રદેશ અગ્રણી હર્ષદભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી દીપકભાઈ વસાવા, જીતેન્દ્રસિંહ જાદવ સહિત સમગ્ર તાલુકામાંથી ભાજપના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

મોસાલીના બાપુનગરનાં પાછળનાં ભાગે જાહેરમાં જુગાર રમતાં બે ની અટક અને અન્ય બે વોન્ટેડ

ProudOfGujarat

સરકારની અવ્યવસ્થા : મ્યુકરમાઇકોસીસના દેશના સૌથી વધુ કેસ ગુજરાતમાં : સારવાર અર્થે ઇન્જેક્શનની શૉર્ટેજ ..!

ProudOfGujarat

અંકલેશ્વરના અંદાડા થી 6 જુગારીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!