ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમીના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજ રોજ રાષ્ટ્રભાષા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક રીતે વિચારસરણીને જન્માવવાનો છે.વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાષા વિશે જ્ઞાન મેળવવાનો રસ ઉદ્દભવે તથા હિન્દી સાહિત્યમાંથી નવીન જ્ઞાન મેળવી, રાષ્ટ્રભાષાના મહત્વને સમજીને વ્યવહારુ જીવનમાં સચોટતા લાવવાનો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં શિક્ષણ ક્ષેત્રે ત્રિભાષી શિક્ષણને મહત્વનું ગણાવીને રાષ્ટ્રભાષા, આંતરરાષ્ટ્રીય ભાષા તથા પ્રાદેશિક ભાષાના શિક્ષણ વિશે જાણકારી પહોચાડવાનો હતો.
કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.શાળાના ભુલકાઓ દ્વારા વિવિધ હિન્દી ભાષાના મહત્ત્વ પર સંભાષણ આપવામાં આવ્યું હતું. “हिंदी हमारी राष्ट्रभाषा, भारत का स्वाभिमान हैं।” ગીતનું સંગીતમય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક નૃત્ય પ્રસ્તુતિ દ્વારા હિન્દી ભાષાના મહત્વનો અને તેનું આચરણ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો તથા તેનાં પર નૃત્ય પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આમ, અંત: આચાર્યશ્રી દ્વારા તેમના ઉદબોધનમાં હિન્દી ભાષાના મહત્વ વિશે જાણકારી આપી અને ગર્વથી જણાવ્યું કે હિન્દી ભાષાને સંયુક્ત રાષ્ટ્રમાં પણ સાતમી ભાષા તરીકે સ્થાન મળ્યું છે. અંતમાં હિન્દ અને હિન્દીનો જય જયકાર કરીને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યું.