માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મોટા બોરસરા બેઠક પરથી ચૂંટાયેલા મનહરભાઈ વસાવાની પાર્ટી એ પસંદગી કરી છે. માંગરોળ તાલુકાના પશ્ચિમ વિભાગના કીમ કોસંબા વિસ્તારને પંચાયતી રાજ અમલમાં આવ્યા બાદ પ્રથમ વખત તાલુકા પંચાયતનું પ્રમુખ પદ મળ્યું છે. પ્રમુખ પદ માટે ત્રણ જેટલા ઉમેદવારો એ દાવેદારી નોંધાવી હતી જેમાં વડ લવેટ બેઠક પરથી ચૂંટાયેલા દીપકભાઈ ચૌધરી માંડણ બોરીયા બેઠક પરથી ચૂંટાયેલા મુકેશભાઈ ગામીત અને મોટા બોરસરા બેઠક પરથી ચૂંટાયેલા મનહરભાઈ વસાવા એ દાવેદારી નોંધાવી હતી.
મનહરભાઈ વસાવા પર પસંદગી ઉતારી હતી મોટા બોરસરા ગામના ભાજપ કાર્યકર મનહરભાઈ વસાવા વર્ષ 2001 થી બે ટર્મ સરપંચ પદે ચૂંટાયા હતા અને માંગરોળ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ માંગરોળ તાલુકા ભાજપ આદિવાસી મોરચાના પ્રમુખ પદે 10 વર્ષ સુધી રહ્યા હતા અને હાલમાં તેઓ મોટા બોરસરા બેઠક પરથી તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તાલુકા પંચાયતના અધ્યક્ષ તરીકે કંટવા ગીજરમ સીટ પરથી વિજેતા દિવ્યા બેન જાદવની વરણી કરી હતી. દીપકભાઈ ચૌધરીને ઉપપ્રમુખ અને મુકેશભાઈ ગામીતને શાસક પક્ષના નેતાનું પદ આપવામાં આવ્યું હતું. ભૂમિબેન બ્રહ્મભટ્ટની દંડક તરીકેની પસંદગી કરવામાં આવી છે. સુરત જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ મંત્રી કેયુરસિંહ પરમાર, મંત્રી સીતાબેન ચૌધરી, પ્રદેશ ભાજપ આદિવાસી મોરચાના હર્ષદભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ પટેલ, મહામંત્રીઓ અર્જુનસિંહ રણા, રમેશભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખે તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી નોંધાવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ