Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના શાહ ગામે દીપડા એ ગાયનું મારણ કર્યું

Share

માંગરોળ તાલુકાના શાહ ગામે દીપડાએ ગાયનું મારણ કરતા તાલુકામાં દીપડા દ્વારા પશુઓના મારણ કરવાના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં માંગરોળ તાલુકાના મોટી પારડી ગામે વાછરડાનું મારણ દીપડાએ કર્યું હતું તેમજ પાછળના વર્ષની તુલનામાં ચાલુ વર્ષે દીપડા દ્વારા પશુઓના મારણ કરવાની ઘટનામાં મોટો વધારો થયો છે જેથી પશુપાલકો પણ ચિંતિત બન્યા છે. શાહ ગામના મહિલા પશુપાલક જીગીશાબેન શ્રવણભાઈ વસાવાની માલિકીની ગાયને સીમમાં ચરાવા માટે ગોવાળ લઈ ગયો હતો આ સમયે પશુઓથી ગાય વિખુટી પડી ગઈ હતી અને જી આઇ પી સી એલ કંપની માઈન્સ નજીક ગ્રીન બેલ્ટ એરિયામાં પહોંચી ગઈ હતી ત્યારે દીપડાએ ગાયનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ પશુપાલક જીગીશાબેન શ્રવણભાઈ વસાવા એ વન વિભાગને કરતા વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદ : મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશના જિલ્લાના ૪૬૨૫૨ ફોર્મ ભરાયા.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં માસ્ક પહેર્યા વિના ધંધો કરતા દુકાનદારો તેમજ માસ્ક પહેર્યા વિના ફરતા કુલ 20 લોકોને પોલીસે દંડ ફટકાર્યો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ભકતજનોએ શ્રદ્ધાપૂર્વક દશા માઁ ને પોતાના નિવાસ સ્થાને બિરાજમાન કરી વ્રતની શરૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!