Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના રટોટી ગામે લમ્પી વાયરસથી વધુ એક ગાયનું મોત નીપજ્યું

Share

માંગરોળ તાલુકાના રટોટી ગામે આજે વધુ એક ગાયનું લમ્પી વાયરસના કારણે મોત થતાં રટોટી ગામમાં અત્યાર સુધીમાં કુલ 7 પશુઓના મોત થયા છે તેમજ અન્ય પશુઓ બીમાર છે.

હાલ પશુઓના મોત થઈ રહ્યા છે ત્યારે સરકારના પશુપાલન ચિકિત્સા વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વેરાકુઈ ગામમાં 20 થી વધુ પશુઓના મોત લમ્પી વાયરસને કારણે થઈ ચૂક્યા છે. આ ગામની બાજુમાં જ આવેલ રટોટી ગામમાં હવે લમ્પી વાયરસના કેસ વધી રહ્યા છે. પશુપાલક દીપકભાઈ સોમુભાઇ ચૌધરીની માલિકીના ત્રણ પશુઓ છેલ્લા દસ-બાર દિવસમાં મૃત્યુ પામ્યા છે, આજે વધુ એક ગાયનું લમ્પી વાયરસના કારણે મોત થયું છે જ્યારે અન્ય એક પશુ ગંભીર રીતે બીમાર હાલતમાં ઘરે છે જેથી ખેડૂત પશુપાલક ખૂબ મુશ્કેલીમાં મુકાયો છે. ગામના અન્ય એક પશુપાલક યોગેશભાઈ છીતુભાઈ ચૌધરીની માલિકીની બે ગાય અને એક વાછરડું સહીત ત્રણ પશુઓના મોત થોડા દિવસ પહેલા થયા હતા. રટોટી ગામના પશુપાલકો હાલ ચિંતિત બન્યા છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવે છે પરંતુ પશુઓના મોત દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે તંત્રની પશુપાલન સારવારની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ગામના ગરીબ આદિવાસી પશુપાલકોને હજી સુધી સરકારી તંત્ર દ્વારા સહાય વળતર ચૂકવાયું નથી ત્યારે પશુપાલન કરી જીવન ગુજારતા ગરીબ આદિવાસી પશુપાલકોને વહેલી તકે સરકારી તંત્ર મદદ રૂપ બને તેવી માંગ ઉઠી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની ઝાયડસ કેડીલા હેલ્થ કેર કંપનીમાં કર્મચારીઓ દાઝયા.

ProudOfGujarat

હાઈવે પરનો એક ખાડો એક વ્યક્તિના મોતનુ કારણ

ProudOfGujarat

ભરૂચ શહેર-જિલ્લામાં આજે CAA અને NRC ના કાયદા સામે વિરોધ કરતા કાર્યક્રમને પગલે કતોપોર દરવાજા વિસ્તારના હિંદુ-મુસ્લિમ દુકાનદારોએ દુકાન સ્વયંભૂ બંધ રાખી આજના વિરોધને સમર્થન આપ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!