શ્રી કીષ્ના વિદ્યાલય ઝંખવાવના પટાંગણમાં ઝંખવાવ, પાતલ દેવી ક્લસ્ટરનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો. આ પ્રદર્શનમાં સી.આર.સી માં સમાવેશ 30 જેટલી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ આશ્રમશાળા જિલ્લા પંચાયત સંચાલિત, તમામ શાળાઓ ઉમંગભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કતપર શાળાના આચાર્ય નરહરી પટેલ, દેવગઢ ઉત્તર બુનિયાદી માધ્યમિક સ્કૂલના આચાર્ય જોન, તાલુકા પંચાયત માંગરોળના ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસુરીયા, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી, કેન્દ્ર મુખ્ય શિક્ષક ગુણવત્તાબેન, નિર્ણાયક તરીકે ઉપસ્થિત સેહલ ભાઈ હેમલત્તાબેન તથા આજુબાજુ સ્કૂલમાંથી પધારેલા આચાર્યો, શિક્ષક ગણ અને નાના ભૂલકાઓ, અને ગ્રામજનો આ પ્રદર્શનને સફળ બનાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાનને લગતી વિવિધ કૃતિઓ નિહાળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્રિષ્ના વિદ્યાલયના ટ્રસ્ટી નવીનભાઈ ખત્રીનો સિંહ ફાળો રહ્યો હતો. આયોજક સી.આર.સી કોડિટર સુનિલભાઈએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ટ્રોફી પ્રમાણપત્ર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવી હતી. પ્રસંગને અનુરૂપ પ્રવચન ઝોન અધિકારી તેમજ નરહરી પટેલે એ આપી હતી. આભારવિધિ વિદ્યાલયના આચાર્ય ગજેન્દ્ર સિંહે કર્યો.
માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે સી.આર.સી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
Advertisement