Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રી રામ જન્મભૂમિ પૂજન પ્રસંગે માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ઉત્સવનો માહોલ જણાયો હતો.

Share

શ્રી રામ જન્મભૂમિ પૂજન પ્રસંગે માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે પણ ઉત્સવનો માહોલ જણાયો હતો.રામ જન્મ ભૂમિ પૂજન પ્રંસગે ભાવિક ભક્તોએ અખંડ જ્યોત જલાવીને અને રાત્રીનાં આઠ વાગ્યે ઘરનાં આંગણામાં દીવો પ્રગટાવી ભૂમિ પૂજનનાં પ્રસંગને વધાવી લીધો હતો. હનુમાનજી મંદિરનાં પટાંગણમાં સાંજે આઠ વાગ્યે ફટાકડા ફોડી મીઠાઈની વહેંચણી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ભારત અને માંગરોળ તાલુકામાં આનંદ અને ઉત્સવની લાગણી ફેલાઈ ગઈ છે. ઠેર ઠેર પોતાના આંગણાઓમાં દીવડાઓ પ્રગટાવી લોકો દીપાવલિની જેમ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે અને ઠેરઠેર જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. ભાવિક ભક્તોએ જણાવ્યું હતું કે વર્ષોની ઈચ્છા આજે પરી પૂર્ણ થઇ છે.

Advertisement

Share

Related posts

સુરત કર્મચારી વીમા નિગમનો મેનેજર વિરેન્દ્ર 20 હજાર લાંચ લેતા એસીબીનાં છટકામાં રંગે હાથ ઝડપાય ગયો હતો.

ProudOfGujarat

સત્યના કાજે કરબલાના મેદાનમાં શહીદી વહોરનારા શહીદોની અનોખી ગાથા…

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!