Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના બોરીયા ગામે જિલ્લા ભાજપ સંગઠનના નવા વરાયેલા મંત્રી સીતાબેન ચૌધરીનો સન્માન સમારંભ યોજાયો

Share

માંગરોળ તાલુકાના બોરીયા ગામે જિલ્લા ભાજપ સંગઠનના નવા વરાયેલા મંત્રી સીતાબેન ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. સુરત જિલ્લા ભાજપ સંગઠનનુ નવું માળખું પ્રદેશ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેમાં માંગરોળ તાલુકામાંથી બોરીયા ગામના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સીતાબેન ચૌધરીની મંત્રી પદે વરણી કરવામાં આવતા બોરીયા ગામે સુરત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત મંત્રી સીતાબેન ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો.

આ સમયે હર્ષદભાઈ ચૌધરીએ સંબોધન કરતા જણાવ્યું કે વાંકલ વિસ્તારના 40 ગામોમાંથી પ્રથમવાર જિલ્લા ભાજપના સંગઠનમાં આદિવાસી મહિલાની પસંદગી થઈ છે જેથી આ વિસ્તારના આદિવાસી સમાજના ચૌધરી, ગામિત, વસાવા, તમામ સમાજના લોકોએ વરણીને આવકારીને અભિનંદન આપ્યા છે. ઉપરોક્ત સન્માન સમારંભમાં તરસાડી નગર ભાજપના નવ નિયુક્ત પ્રમુખ કિશોરસિંહ કોસાડા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન મૈસૂરિયા તેમજ અન્ય તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સમાજના આગેવાનો સરપંચો ભાજપના સક્રિય કાર્યકરો એ ઉપસ્થિત રહી અભિનંદન આપ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં વિલાયત જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો…!!

ProudOfGujarat

બનાસકાંઠા-ગામના પાદરમાં ઘૂસી આવ્યું રીંછ દાંતીવાડાના ડેરી ગામની ઘટના-લોકોમાં ભય …

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા દ્વારા નાગરીકોને બાકી વેરો ભરી જવા કરી અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!