માંગરોળ તાલુકાનાં પશુઓમાં લંપી વાઇરસનો મામલે આજે દફન કરેલી ગાયને ફરી કાઢી તબીબો દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ગાંધીનગરથી ટીમ વેરાકુઇ તેમજ બોરિયા ગામે પહોંચી હતી. ગાંધીનગર પશુપાલન નિયામકએ અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી હતી અને પશુઓનું નિરીક્ષણ કરી પશુપાલકોને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ અગાઉ લેવાયેલ 15 પશુઓ પૈકી 3 પશુઓ પોઝિટિવ આવ્યા હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એકતરફ તંત્ર દાવો કરી રહ્યું છે કે લંપીના કારણે એક પણ પશુનું મોત નથી થયું તો પછી પશુઓમાં લંપી વાઇરસના લક્ષણો હોવા છતાં અત્યાર સુધીમાં થયેલ પશુઓના મોત ક્યા કારણે થયા ? તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Advertisement