માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી જુગાર રમાડતા છ આરોપીને રૂપિયા 67,000 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે આ ગુનાનો જુગાર રમાડનાર મુખ્ય આરોપી સાજીદ વલી પટેલ રહે ઝંખવાવ ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે ઝંખવાવ ગામના રેલવે ફળિયામાં સાજીદ વલી પટેલ નામનો ઈસમ વરલી મટકાનો જુગાર રમાડે છે જેને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતા સ્થળ ઉપર જુગારના સાહિત્ય સાથે છ જેટલા ઈસમો ઝડપાઈ ગયા હતા જેમાં અંકુશ શંકર વસાવા રહે આમલી દાબડા ગામ તાલુકો ઉમરપાડા, નિખિલ યુનેશ ચૌધરી રહે દેવગઢ તાલુકો માંડવી, સાહિલ દિનેશ વસાવા રહે ઝંખવાવ તાલુકો માંગરોળ, જેસીંગ છોટુ ચૌધરી રહે જાખલા ગામ તાલુકો માંડવી, ફતેસિંગ પાંચિયા ચૌધરી રહી જામણીયા ગામ તાલુકો વાલીયા, શંકર દમણીયા વસાવા રહે ઓજવાળ ગામ તાલુકો સોનગઢ જીલ્લો તાપી સહિત 6 ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. ઉપરોક્ત આરોપીઓની પૂછપરછ કરતા વરલી મટકાનો જુગાર ઝંખવાવ ગામનો સાજીદ વલી પટેલ મળતીયાઓ રાખી રમાડતો હોવાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત ગુનાની તપાસ માંગરોળ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને આપવામાં આવી છે.