– ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણનાં જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉત્સાહપૂર્વક હાજરી
આજરોજ ભારત જયારે એક ઈતિહાસ રચવા જઈ રહ્યું છે તો આપણે સૌ આ પળના સાક્ષી બનીએ અને આજે માત્ર ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ. એકેડમી માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ખૂબ જ મહત્વનો અને ગૌરવપૂર્ણ દિવસ છે. આ દિવસના અનુસંધાનમાં આજરોજ ઉત્સાહવર્ધક આયોજન કરવામાં આવ્યું છે. 23 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3 લેન્ડરના આયોજિત ઉતરાણની અપેક્ષામાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ ચંદ્રની દૂરની બાજુ દર્શાવતા વિઝ્યુઅલ્સનું અનાવરણ કર્યું. શાળાનાં આચાર્ય શ્રીનાં માર્ગદર્શન હેઠળ આ ઉતરાણનું જીવંત પ્રસારણ બાળકો અને વાલીઓને બતાવવાં માટે જી.આઈ.પી.સી.એલ. ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો વાલીઓની મહત્વપૂર્ણ હાજરી રહી અને આ ગૌરવપૂર્ણ ક્ષણના સૌ સાક્ષી બન્યા અને ચંદ્રયાન 3 અભિયાન સફળતાપૂર્વક ઉતરાયણ કરીને ભારતની સિદ્ધિઓમાં એક વધુ ચાંદ લગાવી દીધો. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરાણ કરનાર ભારત વિશ્વનો સૌપ્રથમ દેશ બન્યો.
ઈસરોના વૈજ્ઞાનિકો ડૉ.રમેશ એમ.પંડ્યાજી, ડૉ. મિતુલ ત્રિવેદી અને ડૉ.જે.જે.રાવલએ પણ શાળાને ખૂબ ઉત્સાહથી બિરદાવ્યાં કાર્યક્રમમાં ભાગ લેવા અને ચંદ્રયાન 3 વિશે માહિતી આપી. આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમનાં ગૌરવ પૂર્ણ શબ્દોમાં જણાવ્યું કે આપણે બચપણથી સાંભળીએ છીએ કે चंदा मामा बहोत दूर के है, अब कहा जायेगा चंदा मामा एक टूर के है।. અંતમાં ભારતનાં જયજયકાર સાથે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.