શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમ. વાંકલના હનુમાન મંદિરે ગોર મહારાજ રાકેશ પંડ્યા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. વાંકલ બજારમાં વજીયાબેન ઠક્કર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાતમના આગલા દિવસે એટલે રાંધણ છઠ્ઠના દિવસે ભોજન બનાવી દેવામાં આવે છે. રાત્રે ચૂલાની પૂજા અર્ચના કરવામાં આવે છે. સાતમના દિવસે ચૂલો સળગાવતા નથી. બીજા દિવસે શીતળા સાતમને દિવસે ઠંડુ ભોજન આરોગવાની વર્ષો જૂની પ્રથા ચાલે છે તે આજે પણ પ્રથા ચાલુ છે. સાતમના દિવસે સ્ત્રીઓ પૂજા અર્ચના કરી શીતળા માતાજીની કથા, વાર્તા સાંભળે છે. એવી માન્યતા છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના બાળકોની રક્ષા કરે છે.
Advertisement