Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે INVESTITURE CEREMONY યોજાઇ.

Share

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી, ખાતે INVESTITURE CEREMONYનું આયોજન કરવામાં આવ્યું, મુખ્ય અતિથિ તરીકે ઇન્ટરનેશનલ એવોર્ડ વિનર & ગ્લોબલ કલાઈમેટ લીડર કેઝિયા ગેરસાનોઅને વિશેષ અતિથિ તરીકે ભારતીય સોલ્જર ગામિત જસ્ટિન શપથ વિધિમાં હાજર રહ્યાં હતાં.

આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ઉપસ્થિત અતિથીઓના માનમાં તેમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.આ ચાર હાઉસનાં હેડ બોય, હેડ ગર્લ, સ્પોર્ટ્સ કેપ્ટન, સ્પોર્ટ્સ વાઈસ કેપ્ટન ક્લીનીનેસ કેપ્ટન, ક્લીનીનેસ વાઇસ કેપ્ટન, હાઉસ કેપ્ટન અને હાઉસ વાઈસ કેપ્ટનને શપથ લેવડાવવામાં આવી. દરેક હાઉસના સભ્યોને બેજ (badge) અને સેસ (sashes) પહેરાવવામાં આવ્યા.

કેઝિયા ગેરોસાનોએ ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા વૈશ્વિક આબોહવા નેતા છે .જે હાલમાં ધોળકિયા ફાઉન્ડેશનના CEO તરીકે સેવા આપે છે, કેઝિયાએ ટકાઉ વિકાસના એજન્ડાને આગળ વધારવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ બેંક સાથે કામ કર્યું છે. કેઝિયાએ વિવિધ આંતરરાષ્ટ્રીય નેતૃત્વ ભૂમિકાઓ જેમ કે UN1FYના ડાયરેક્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ, UNIFY USA INCના પ્રેસિડેન્ટ, YOUNGO ના પાર્ટનરશીપ લીડ અને ઈન્સ્ટીટ્યુટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ ખાતે એમ્બેસેડર તરીકે સેવા આપી હતી. યુએન ક્લાઈમેટ નેગોશિયેશનમાં તેમના કામ અને યોગદાનને કારણે, કેઝિયાહને વિશ્વ બેંક દ્વારા વિવિધતા, સમાનતા અને સમાવેશ માટે ચેમ્પિયન તરીકે ઓળખવામાં આવે છે. કન્સોર્ટિયમ ફોર સસ્ટેનેબલ અર્બનાઈઝેશનના ગાલા ખાતે વિઝનરી એવોર્ડથી નવાજવામાં આવે છે. કેઝિયા વિવિધ નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં યુવાનોને અવાજ અને બેઠક આપીને યુવા સશક્તિકરણની શક્તિમાં માને છે. આ સાથે, તેણીએ વિવિધ યુનાઇટેડ નેશન્સ પરિષદોનું આયોજન કર્યું જેમાં વિવિધ COPsમાં હજારો યુવાનોની સંડોવણીને ઉત્પ્રેરિત કરી. આજ સુધી, કેઝિયાએ 10 યુએન એજન્સીઓ, યુકે સરકાર, સ્કોટિશ સરકાર, તાજિકિસ્તાન સરકાર, નેધરલેન્ડ કિંગડમ, બ્રિટિશ કાઉન્સિલ, યુએઈના યુવા અને રમતગમત મંત્રી અને અન્ય નોંધપાત્ર સભ્ય રાજ્યો અને સંસ્થાઓમાં કામ કર્યું છે .જે અર્થપૂર્ણ યુવા જોડાણ સુનિશ્ચિત કરે છે.

Advertisement

ગામિત જસ્ટિન હાલ ભારતીય સેના દળમાં સોલ્જર તરીકે દ્રાસ શહેરમાં ફરજ બજાવે છે.જે જમ્મુ કાશ્મીરના કારગીલ જિલ્લામાં આવેલું એક શહેર છે. તે પૃથ્વી પરનું બીજું સૌથી ઠંડું વસવાટ ધરાવતું સ્થળ છે. તેને ઘણીવાર લદહકનો પ્રવેશદ્વાર કહેવામાં આવે છે.

શાળાકીય કક્ષાએ આ સ્ટુડન્ટ્સ કાઉન્સિલની શપથ વિધિ યોજવાનો મુખ્ય હેતુ બાળકોમાં અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર અનુસંધાનમાં જ્ઞાનનો વિકાસ થાય તથા ભારતના બંધારણ મુજબ અધિકારો અને ફરજો અનુસાર જવાબદારીઓ સમજતા થાય તેવો હતો. વિદ્યાર્થી પરિષદનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શાળાકીય પ્રવૃત્તિઓ અને સેવાકીય પ્રોજેક્ટોનું આયોજન અને અમલીકરણ કરીને નેતૃત્વ વિકસાવવાની તક આપવાનો છે. એક એવું વાતાવરણ બનાવો કે જ્યાં દરેક વિદ્યાર્થી તેમની ચિંતા અથવા જરૂરિયાતો વ્યક્ત કરી શકે.

કેઝિયા ગેરોસાનોજીએ વ્યક્તિત્વમાં આપણને પર્યાવરણ પ્રત્યેનો તેમનો સમર્પણ ભાવ જોવામળે છે. તેમને હંમેશાં આપના સપનાને જોતાં રહેવા કહ્યું, જેનાંથી આપણે હંમેશા પ્રેરીત થતાં રહીએજે લોકશાહી શીખવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અનુશાસન એ ચોક્કસપણે લોકશાહીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. કારણ કે; બાળકો શીખે છે કે ચૂંટણી લોકોની, લોકો દ્વારા અને લોકો માટે છે. સાથે સાથે મુખ્ય અતિથિનાં હસ્તે વૃક્ષારોપણ પણ કરાવવામાં આવ્યું હતું અને એક ચકલી ઘર પણ અર્પણ કરવામાં આવ્યું હતું. અંતમાં રાષ્ટ્રગાન અને લાઈટ રેફ્રેશમેન્ટ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.


Share

Related posts

ભરુચના ઝધડીયાની કોર્ટમાંથી પોલીસને ચકમો આપી ભાગી છૂટેલાં વાહન ચોરને ઉચેડિયા ગામની સીમમાં ખેતરોમાંથી પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં તુલસી ફળિયા વિસ્તારનાં મકાનોમાં અચાનક આગ લાગી.

ProudOfGujarat

રાજપીપલા ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!