હાલ દેશના અનેક ભાગોમાં અત્યારે આંખ આવવી કહેવામાં છે. તે કંજક્ટિવાઈટિસના કેસો જોવા મળી રહ્યા છે. આ બાબતે માંગરોળ તાલુકાના ટી.એચ.ઓ.ડૉ.સમીર ચૌધરી એ જણાવ્યું હતુ કે આંખ આવવી એ સામાન્ય બાબત છે પરંતુ આ વખતે દરેક જગ્યાએ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ સી.એચ.સી, પી એચ સી માં દરરોજ 15 થી 20 કેસો જોવા મળી રહ્યા છે.તેમણે ખાસ જણાવ્યું હતુ કે લોકોમાં એવી માન્યતા છે કે એકબીજાની આંખમાં જોવાથી આંખ આવતી નથી. આ વાયરસ કે બેક્ટેરિયા હોય શકે. આંખ આવેલ વ્યક્તિ કોઈપણ વ્યક્તિને સ્પર્શ કરે તેનાથી ફેલાતો હોય છે. આંખ આવેલ વ્યક્તિ એ કાળા ગોગલસ કે ચશ્મા પહેરવા જોઈએ. તેનાથી કંજક્ટિવાઈટિસનો ફેલાવો રોકવામાં મદદ કરે છે. જેનાથી વ્યક્તિ આંખને વારંવાર સ્પર્શ કરી શકતો નથી. આંખના ટીપાં મૂકવાની કાળજી રાખવી જોઈએ.
Advertisement