હિન્દી વિભાગ દ્વારા “પ્રેમચંદ જયંતી” દિવસની ઉજવણી કરવામાં આવી હતી. “વિયુવાનોની દ્રષ્ટિમાં પ્રેમચંદ” વિષય અંતર્ગત પ્રેમચંદજીના વ્યક્તિત્વ અને કૃતિત્વનો પરિચય, એમના પર લખાયેલી કવિતાઓનું વાંચન અને એમની વાર્તાઓનો નાટકમા રૂપાંતર થયું હતું. જેમાં 25 જેટલા વિદ્યાર્થીઓએ પ્રસ્તુતિ કરી હતી. આ કાર્યક્રમમાં હિન્દી તથા અન્ય વિષયોના મળીને કુલ 269 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી હતી થઈ. હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. ભરત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને પ્રેમચંદના જીવન વિશે વાતો કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. નિતેશ ચૌધરી એ અધ્યક્ક્ષી વક્તવ્ય અને પ્રેમચંદ ના સાહિત્ય પર ચર્ચા કરી હતી. ત્યારબાદ ડૉ. મિનાક્ષી મોરે અને ડૉ. અનંત શર્મા એ પણ પોતાના વિચારો અને આજના યુગમાં યુવાનોમાં પ્રેમચંદનું મહત્વ સમજાવ્યું હતું. અંતમાં હિન્દી વિભાગના અધ્યાપક પ્રા.ધવલ ચૌધરી એ સર્વેનો કોલેજના આચાર્ય ડૉ. દિપક ચૌધરી એ સર્વે અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને વિરામ આપ્યો હતો.
વાંકલ : શ્રી અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “પ્રેમચંદ જયંતિ”ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
Advertisement