સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ દર વર્ષે 28 જુલાઈએ ઉજવવામાં આવે છે. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો મુખ્ય હેતુ પૃથ્વીના પ્રાકૃતિક વાતાવરણમાંથી લુપ્ત થતા પ્રાણીઓ અને વૃક્ષોનું રક્ષણ કરવાનો છે.
કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તંદુરસ્ત વાતાવરણ એ સ્થિર અને ઉત્પાદક સમાજનો પાયો છે. આ સાથે આદિવાસી સંસ્કૃતિના જતન માટે આહવાન કરવામાં આવ્યું હતું. પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેશ સેનમા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દિવસ વર્તમાન અને ભાવિ પેઢીની સુખાકારીની ખાતરી આપે છે.પૃથ્વી દરેક માણસની જરૂરિયાતો સંતોષવા માટે પૂરતી છે, પરંતુ દરેક માણસના લોભને નહિ. એમ જણાવ્યું હતું.
આ ઉપરાંત ડૉ. રાજેશ સેનમા દ્વારા વર્લ્ડ કન્ઝર્વેશન ડે ની ઉજવણીનો મુખ્ય હેતુ પૃથ્વીના પ્રાકૃતિક વાતાવરણમાંથી પ્રાણીસૃષ્ટિને અને વૃક્ષો તેમજ છોડ, પ્રકૃતિને બચાવવાનો છે એમ જણાવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે 27 વિદ્યાર્થીઓ દ્વારા પ્રકૃતિ સંરક્ષણના વિવિધ વિષય ઉપર વકૃત્વ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સ્થાન ફહિમા જીભાઈ, દ્વિતીય સ્થાન દિગાંત ચૌધરી તથા તૃતીય સ્થાન જંખ્યા ચૌધરી એ પ્રાપ્ત કર્યું હતું. ઉજવણીના ભાગરૂપે પ્રકૃતિ સંરક્ષણના ઉમદા હેતુસર વિદ્યાર્થીઓને રોપાઓનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું. ચલો ચલે હમ પેડ લગાયે ધરતી કો હરિયાલી બનાયે સૂત્ર / સ્લોગન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. નિર્યાયક તરીકેની ભૂમિકા ડૉ. પુષ્પા શાહ અને તબસ્સુમ કુરેશી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાણીશાસ્ત્ર વિભાગના શીતલ પટેલ અને વિરલ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.