વાંકલ ખાતે આવેલા હનુમાનજી મંદિરે શીતળા માતાજી ની પૂજા અર્ચના કરવા માં આવી હતી. સોસીયલ ડિસ્ટન્સીગ નું પાલન કરવા માં આવ્યું હતું. રાંધણ છઠ ના દિવસે ભોજન બનાવી બીજા દિવસે ભોજન ઠંડુ ભોજન આરોગે છે. સ્ત્રીઓ પોતાના બાળક ના સારા આરોગ્ય ની પ્રાર્થના કરે છે. શીતળા માતા ને બનાવેલું ભોજન નવ નૈવેદ્ય ધરાવી ને જ ભોજન ગ્રહણ કરે છે. આજે શીતળા સાતમને દિવસે ઠંડુ ખાવા ની પ્રથા છે. તેથી આજે સ્ત્રીઓ એ જમવાનું ન બનાવવાનું હોવાથી સ્ત્રીઓ ફળીયાના એક ઘરે ભેગી થઈ શીતળા માતાજી ની દંત કથા ઓ વાંચે છે. શીતળા માતાજી ની પૂજા અર્ચના રાકેશ પંડ્યા એ કરાવી હતી.
Advertisement