માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રહેતા ઇમાનવેલભાઇ વસાવાના ઘરે ગતરાત્રે બ્રહ્મ કમળનુ ફૂલ ખીલતા લોકો એ દર્શન કર્યા હતા. ખાસ આ ફૂલ હિમાલયની તળેટીઓમાં જોવા મળતા હોય છે. આ ફૂલમાં વર્ષ દરમિયાન એક જ વખત ફૂલ ખીલે છે અને તે ખૂબ સુંદર હોય છે જેથી તેને ફૂલોનો સમ્રાટ પણ કહેવામાં આવે છે. બ્રહ્મકમળનુ ફૂલ ફક્ત રાત્રી દરમિયાન જ ખીલે છે અને સવાર થતા એ કરમાઈ જાય છે કહેવાય છે કે રાત્રિ દરમિયાન એ ફૂલની સામે કોઈ પણ ઈચ્છાઓ દર્શાવી હોય તો તે ઈચ્છા પૂર્ણ થાય છે એવી માન્યતાઓ પણ છે. જેથી ઈમાનવેલભાઇ વસાવાને ત્યાં આજુબાજુના લોકો આ ફૂલને નિહાળી તેના દર્શન કર્યા હતા.
Advertisement