મણીપુરમાં મહિલાને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં કરેલા બરબરતા પૂર્ણ કૃત્ય અને ત્યારબાદ થયેલા સામૂહિક બળાત્કારના વાસ્તવિક કૃત્યની ઘટના સામે આક્રોશ વ્યક્ત કરવા આદિવાસી વિસ્તાર ઉમરપાડા, માંગરોળ તાલુકામાં ઘેરાં પ્રત્યાઘાત સાથે સંપૂર્ણ આખો ઉમરપાડા, માંગરોળ, વાંકલ, મોસાલીના ગામડાઓમાં બંધ જોવા મળ્યા હતા.
ઉમરપાડા તાલુકાના ઉમરપાડા, કેવડી, વાડી, વડપાડા, ખોટારામપુરા, સરવણ ફોકડી જેવા ગામોમાં પણ નાના નાના વેપારીઓએ પણ સ્વયંભૂ બંધમાં જોડાયા હતા. માંગરોળના વાંકલ, ઝંખવાવના ગામો સંપૂર્ણ બંધ રહેવા પામ્યા હતા.વાડી ગામે આજે તમામ દુકાનો કવોરી ઉદ્યોગ હાટ બજાર બંધજોવા મળ્યા હતા. નેશનલ હાઈવે નંબર 48 શામળાજીથી વાપી વચ્ચે હાઈવે રસ્તો પણ વાહનો મોટા પ્રમાણમાં બંધ જોવા મળ્યા હતા. બોરિયા ત્રણ રસ્તા ખાતે ચક્કજામ કરતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આમ ઉમરપાડા તાલુકા એ મણીપુરની ઘટનાના વિરોધમાં સજ્જડ બંધ પાડ્યો હતો. આમ આદિવાસી સંગઠનોના આપેલ બંધના એલાનને ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં જોવા મળ્યો હતો. મોસાલી ચોકડીથી મોસાલી બજાર સુધી આદિવાસી સંગઠનો એ રેલી યોજી હતી.
વાંકલ : મણીપુરની ઘટનાના વિરોધમાં ઉમરપાડા, માંગરોળ તાલુકો સંપૂર્ણ બંધ.
Advertisement