Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી ખાતે EXPERIENTIAL LEARNING ACTIVITY (Sandwich and Frankie making ) યોજાઇ.

Share

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી ખાતે આજ રોજ EXPERIENTIAL LEARNING ACTIVITY (Sandwich and Frankie making )નું આયોજન કરવામાં આવ્યું. અનુભવી શિક્ષણ અંતર્ગત માં ધોરણ IX અને XI દ્વારા સેન્ડવીચ અને ફ્રેન્કીની સ્ટોલ લગાવવામાં આવી (શાળાના એક વધુ અનોખા કાર્યક્રમને માણવા શાળાના બધાં સદસ્યો હાજર રહ્યાં હતા)

આચાર્ય વૈભવ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ શાળામાં (વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ માટે) ના સુત્રથી અનુભવી શિક્ષણ અંતર્ગત અંકુરિત ભેળનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય ગણિત (નફો-નુકસાન, વેચાણ-ખરીદી, નાણાં, વ્યવસ્થાપન), ભાષા (સંચાર) વિજ્ઞાન, (પોષણ મૂલ્યો), ઉદ્યોગસાહસિકતા અને જીવન કૌશલ્ય (ટીમવર્ક, સહકાર, આયોજન અને અમલ) જેવા સંકલિત વિષયોનો વ્યવહારુ અનુભવ પ્રદાન કરવાનો છે. શાળાનાં આવાં કાર્યક્રમ દ્વારા સાથે સાથે બાળકો વ્યવહારુ જીવનના દાખલા શીખે છે. બાળકોમાં રોજિંદા જીવનમાં રોજ થતી આપ-લે દ્વારા માર્કેટિંગ, મેનેજમેન્ટ, રો-મટીરીયલ્સ, સંચાર (વ્યવહાર), સાહસિકતા વગેરે બાબતોથી અવગત થાય.

Advertisement

આ કાર્યક્રમ NEP હેઠળ CBSE દ્વારા માર્ગદર્શિત શાળામાં અનુસરવામાં આવતી નવીન પદ્ધતિઓના ભાગ રૂપે, અમે અમારા અભ્યાસક્રમના ભાગ રૂપે ‘અનુભવી શિક્ષણ’ (Experiential Learning) પ્રવૃત્તિ હેઠળ એક પગલું આગળ વધાર્યું છે. કાર્યક્રમનું સંચાલન ધોરણ આઠનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું ઉદઘાટન શાળાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓને સંબંધિત પ્રવૃત્તિઓ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. સૌપ્રથમ, વર્ગ નવ અને દસના વિદ્યાર્થીઓને ‘સેન્ડવીચ અને ફ્રેન્કીની’ પ્રોજેક્ટ બનાવવા માટે સામેલ કરવામાં આવ્યા છે. શાળાના ધોરણ III થી લઈને બધા જ વર્ગોને સેન્ડવીચ અને ફ્રેન્કી ખાવા અને પળ માણવા મળી. વિદ્યાર્થીઓને સોંપેલ વર્ગો માટે પોતાની રકમ લાવવા સૂચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ જાતે જ જરૂરી સામાનની ખરીદી કરી. જાતે જ ભેળ બનવાની બધી સામગ્રી ભેગી કરીને, તેમને કાપવાની પ્રવૃત્તિ કરી અને વેચાણ અને હિસાબ પણ આપમેળે જ વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યો. વર્ગ શિક્ષકોના સહકારી ભાવનાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો.

સાથે સાથે આજ રોજ સામાજિક વિજ્ઞાન ક્વિઝ કોમ્પિટિશન અને ઇંગ્લીશ એકપાત્ર અભિનયનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઇંગલિશ એક પાત્ર અભિનયમાં ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓ અલગ અલગ પાત્રો બનીને તેમના પોશાક ધારણ કરીને આવ્યા હતા. તેમણે વિવિધ લેખકોનાં પાત્ર થીમ પર ડોક્ટર એ.પી.જે.અબ્દુલ કલામ, સરોજિની નાયડુ, ઝવેરચંદ મેઘાણી, રાણી લક્ષ્મબાઈ, રવીન્દ્રનાથ ટાગોર વગેરેનાં એકપાત્ર અભિનય ભજવ્યાં હતાં અને તેમને પાત્ર અનુરૂપ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન રજૂ કર્યું.

સામાજિક વિજ્ઞાન ક્વિઝ કોમ્પિટિશનમાં ધોરણ છ થી આઠનાં વિધાર્થીઓ માટે હાઉસવાઈસ ચાર ટીમ બનાવીને ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, ઇતિહાસ અને કરંટ અફેર જેવાં વિવિધ વિષયો પર પ્રશ્નોત્તરી યોજવામાં આવી હતી. આ રીતે શાળામાં આજ રોજ દિવસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ થઈ અને તેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષકો કાર્યરત રહ્યાં.


Share

Related posts

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા આવેદન અપાયું

ProudOfGujarat

નડિયાદ : કઠલાલમા ક્રીપટ્રો કરન્સી ટ્રેડિંગ ઓનલાઇન વેપારમાં યુવાનને રૂપિયા ૧.૪૦ લાખ ગુમાવ્યા

ProudOfGujarat

સરકારની ગ્રાન્ટનો રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી યોગ્ય ઉપયોગ નથી કરતી:બજરંગ દળનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!