Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના આમનડેરા ગામે અમદાવાદના યુવકનું નદીમાં ડૂબી જતા મોત

Share

માંગરોળ તાલુકાના આમનડેરા ગામે મામાને ત્યાં આવેલા અમદાવાદના યુવકનું નદીમાં પગ લપસી જતા ઉંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં ગેરેજનું કામ કરતો 18 વર્ષીય સાહિલ શહીદ શેખ માંગરોળના અમન ડેરા ખાતે પોતાના મામાને ત્યાં ફરવા માટે આવ્યો હતો. આમનડેરા ગામની સીમમાં ભૂખી નદી અને કીમ નદીના સંગમ પર ભૂલથી પગ લપસી જતા ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો ત્યારે પરિવારજનોને આ અંગેની જાણ થતા તાત્કાલિક તેઓએ પ્રશાસનને જાણ કરી હતી. માંગરોળ પોલિસ અને મામલતદારે આ ઘટનાની ગંભીરતા જાણી તાત્કાલિક એનડીઆરએફ ની ટીમ બોલાવી રેસ્ક્યુ કરી લાશ શોધી કાઢી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી

Advertisement

Share

Related posts

ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે  – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

ProudOfGujarat

માંગરોળ : ગીજરમ ગામે કીમ નદીમાં તણાઈ ગયેલા યુવકની લાશ જૂની કોસાડીથી મળી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર – વઢવાણ શહેરનાં માર્ગો પર ડમ્પરો સહિતના ભારે વાહનોમાંથી માલસામાન પડતાં હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!