માંગરોળ તાલુકાના કોસાડી ગામનો ગૌહત્યા, ગૌમાંસના ચાર ગુનાનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક બી.કે વનાર દ્વારા માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌવંશના ગુના રોકવા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેથી માંગરોળના પો.સ.ઇ. એચ આર પઢીયાર, હે.કો. કેતનભાઇ પ્રેમજીભાઈ, પો.કો. નયનભાઈ ધીરજભાઈ, પો.કો. વિપુલભાઈ વિક્રમભાઈ, પો.કો. સુહાગભાઈ શ્રીપતભાઈ વગેરેની ટીમે બાતમીને આધારે કોસાડી ગામે રેડ કરી ગામના 42 ગાળા ફળિયામાં રહેતો આરોપી સુલેમાન ઉર્ફે સુલ્લુ સલીમ ભીખુને ઝડપી પાડ્યો હતો. આરોપી માંગરોળ પોલીસ મથકમાં ગૌહત્યા અને ગૌમાંસ ચાર જેટલાં ગુનામાં વોન્ટેડ હતો જેમાં ગૌમાંસવાળા સમોસા અંગે કેસ થયો હતો તેમાં તેની સંડોવણી હતી તેમજ અગાઉ ફેજલ નામના આરોપી સામે ગાયની કતલ કરી 500 કિલો ગૌમાંસનો કેસ હતો તેમજ મુસા સલીમ સાલેહને 120 કિલો ગૌમાંસ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. આ કેસમાં પણ આરોપી સુલેમાન ઉર્ફે સુલ્લુ સલીમ ભીખુની સંડોવણી બહાર આવી હતી જેથી હાલ ચાર જેટલા ગુનામાં વોન્ટેડ હતો. આરોપી વિરુદ્ધ અગાઉ બે ગૌમાંસ ગુના નોંધાઈ ચૂક્યા છે જેથી કુલ છ જેટલા ગૌમાંસ અને ગૌહત્યાના ગુના નોંધાયા છે.
માંગરોળના કોસાડી ગામમાં ચાર ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
Advertisement