માંગરોળ તાલુકાના વાંકલ ગામના વેરાવી ખાતે પ્રકૃતિ પુંજક આદિવાસી સમાજ દ્વારા નાંદરવા દેવની ઉજવણી કરવામાં આવી હતી. વરસાદ ઋતુના આગમન બાદ આદિવાસી સમાજ દ્વારા પ્રતિવર્ષ પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે જેમાં નાદરવા દેવનું વિશેષ મહત્વ હોવાથી ગામના સમગ્ર આદિવાસી સમાજના લોકો સામૂહિક પ્રકૃતિની પૂજા કરે છે અને મુખ્ય વ્યવસાય ખેતી પશુપાલન હોવાથી તેઓના પશુ નિરોગી રહે તે માટે વનસ્પતિની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ ખેતરમાં ધન ધાન્યની વાવણી ખેડૂતો કરતા હોય છે.
વાંકલના વેરાવી ખાતે મુખ્ય માર્ગ ઉપર કોલેજ નજીક આવેલ નાંદરવા દેવના મંદિરમાં સમગ્ર ગામના લોકોએ વર્ષોની પરંપરા મુજબ દેવની પૂજા અર્ચના કરી હતી અને આવનારા વર્ષ દરમિયાન પોતાનો પરિવાર તંદુરસ્ત રહે તેમના પશુઓ તંદુરસ્ત રહે અને ખેતરોમાં ખૂબ ધન્ય થાય તેવી પ્રકૃતિ દેવ સમક્ષ યાચનાઓ કરી હતી.
Advertisement