Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ નજીક ધોળીકુઈ પાટીયા પાસે પીકઅપ ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ગટરમાં ઉતરી

Share

માંગરોળ તાલુકાના કોસંબા ઝંખવાવ રાજ્ય ધોરી માર્ગ પર વાંકલ પાસે ધોળી કુઈ પાટીયા નજીક પીકઅપ ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ઊંડી ગટરમાં ઉતરી પડી હતી પરંતુ સદ નસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો.

સુરત કડોદરાથી રાજુભાઈ શ્રવણ માલી નામનો ડ્રાઇવર પીકઅપ ગાડી લઈને વાંકલ ગામે ભુસુ ખાલી કરવા માટે આવ્યો હતો અને પરત સુરત જવા નીકળ્યો હતો ત્યારે ધોળીકુઇના પાટીયા નજીક ગાડી એ જોક મારતા ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો જેથી ગાડી ઊંડી ગટરમાં ઝાડ સાથે અથડાઈ હતી અને ગાડીને મોટું નુકસાન થયું હતું પરંતુ સદનસીબે ગાડીનો ચાલક રાજુ માલીનો સામાન્ય ઇજા સાથે આબાદ બચાવ થયો હતો ઘટનાની જાણ વાંકલ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તને સારવાર અપાવી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

બરોડા ડેરીના વિવાદનું સમાધાન આવ્યું : સર્કિટ હાઉસમાં ધારાસભ્યો, સાંસદ અને પ્રભારી વચ્ચે યોજાઇ હતી બેઠક

ProudOfGujarat

વલસાડ સ્ટેશને યાત્રીની બેગ ટ્રેનમાં રહી ગઇ, આરપીએફે પરત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!