(૧) હલકા વાહન માટે :- મોસાલી-વસરાવી-શાહ પાટીયા થઈને રસ્તાનો ઉપયોગ કરી જઈ શકશે.
(ર) ભારે વાહન માટે :- મોસાલી-વસરાવી-રતોલા ચોકડી-ડુંગરી ગામ વાળા રસ્તાનો ઉપયોગ કરી જઈ શકશે.
બ્રીજ તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીની મુદ્દત સુધી બંઘ રહેશે.
સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, માંડવી પ્રાંત, માંડવીના તા.૦૪/૦૭/૨૦૨૩ ની દરખાસ્ત આધારે સુરત જિલ્લાના માંગરોળથી નાની નરોલી જવાના રસ્તે શાહ ગામના પાટીયા પાસે લોકલ ખાડી ઉપર બ્રીજ બનાવવાના કામે, તા.૩૦/૧૧/૨૦૨૩ સુધી કાયદો અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ બંધ કરવાનો હોવાથી, સદર સમયગાળા દરમ્યાન આ રૂટનો વાહન વ્યવહાર સરળતાથી ચાલે અને કોઇ ટ્રાફીક અવરોધ ઉભો ન થાય અને જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે લોકહિતમાં વાહનો માટે ટ્રાફીક ડાયવર્ઝન કરવાનું જરૂરી જણાતું હોય, વાય. બી. ઝાલા, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, સુરત દ્વારા શાહ ગામના પાટીયા પાસે લોકલ ખાડી ઉપર બ્રીજ તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીની મુદ્દત સુધી બંઘ રાખવા જણાવેલ તથા નીચે જણાવ્યા મુજબના રૂટ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરેલ છે શાહ ગામના પાટીયા પાસે લોકલ ખાડી ઉપર બ્રીજ બનાવવાની કામગીરી માટે બંધ રહે તે દરમ્યાન તેના વિકલ્પ તરીકે વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર માટે, (૧) હલકા વાહન માટે :- મોસાલી-વસરાવી-શાહ પાટીયા થઈને રસ્તાનો ઉપયોગ કરી જઈ શકશે. (ર) ભારે વાહન માટે :- મોસાલી-વસરાવી-રતોલા ચોકડી-ડુંગરી ગામ વાળા રસ્તાનો ઉપયોગ કરી જઈ શકશે. ઉક્ત જણાવેલ ડાયવર્ઝનવાળી જગ્યાએ ડાયવર્ઝન રૂટ અંગેની દિશા દર્શાવતા બોર્ડ લગાવવા મા આવેલ છે ઉપરોક્ત જાહેરનામું વાય બી ઝાલા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સુરત દ્વારા બહાર પાડવામાં આવેલ છે જેનો અમલ કરવાનો રહેશે આ અંગે સ્થળ ઉપર જઈ નાયબ મામલતદાર અમિતભાઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ હતી